વેરાવળ-પાટણમાં ગંદકીના ગંજ-ભાંગી પડેલી સફાઇ વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજુઆત

18 September 2019 12:51 PM
Veraval
  • વેરાવળ-પાટણમાં ગંદકીના ગંજ-ભાંગી પડેલી સફાઇ વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજુઆત

ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની થઇ માંગ

વેરાવળ તા.18
વેરાવળ-પાટણ શહેરીમાં ગંદકીએ માજા મુકી હોય તે બાબતે સત્તાધીશોને જાગૃત કરવા શહેર કોગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ ઓફીસર સહીતનાને આજે આવેદન પત્ર પાઠવેલ છે.
વેરાવળ શહેર કોગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા, દિપકભાઇ દોરીયા, લાલભાઇ રૂપારેલીયા, બકુલભાઇ ચાપડીયા, ફારૂકભાઇ પેરેડાઇઝ સહીતના અગ્રણીઓ તેમજ મહિલા કોગ્રેસની બહેનો સહીતના થાળી-વેલણનો ઘંટરાવ કરતા નગરપાલિકા કચેરીએ પહોંચી લેખીત આવેદન પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે, વેરાવળ- પ્રભાસ પાટણ જોડીયા શહેરમાં ગંદકીએ માજા મુકી હોય તેમ જયાં જુઓ ત્યાંર કચરાના ઢગલાઓ, ખુલ્લીર ગટરોથી ફેલાતી ગંદકી જોવા મળે છે અને તેના કારણે રોગચાળાનું પ્રમાણ મોટાપાયે વઘ્યુલ હોવાથી લોકો ડેંગ્યુર જેવી ગંભીર બિમારીઓમાં સપડાય રહેલ છે. વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં જાહેર કચરાના પોઇન્ટોી ઉભા કરી ઠેકઠેકાણે ગંદકી ફેલાઇ રહેલ છે અને ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી અનિયમિત છે. આ ઉપરાંત ઢોરો અને કુતરાઓના ત્રાસથી લોકો ત્રાહીમામ છે અને શહેરમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટના વેરા ઉઘરાવવામાં આવે છે પરંતુ સામાન્ય જરૂરીયાત એવી લાઇટ, પાણી, રોડની સુવિધાઓથી વંચીત રાખવામાં આવી રહેલ હોવાનું જણાવેલ છે તેમજ સારા વરસાદથી હીરણ ડેમ છલોછલ ભરાયેલ છે ત્યારે શહેરીજનોને એકાતરા પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને ખુલ્લી ગટરોને ઢાંકવાની કામગીરી વ્હેલીતકે કરવા રજૂઆતના અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement