ઉના એસ.ટી. ડેપોમાં જરગલી ગામના છાત્રોનું ચક્કાજામ

18 September 2019 12:50 PM
Veraval
  • ઉના એસ.ટી. ડેપોમાં જરગલી ગામના છાત્રોનું ચક્કાજામ

100થી વધુ છાત્રોએ બસોને થંભાવી દીધી : બસ ફાળવવા માંગણી

ઉના તા.18
ગીરગઢડાના જરગલી ગામે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો વડવીયાળા ગામે અભ્યાસ અર્થે જતા હોય છે. ત્યારે જગરલી ગામે એસટીબસ સમયસર ન આવતા અનેકવાર રજુઆત કરવા છતાં બસ નિયમીત સમયે ન આવતા તમામ છાત્રો ઊના બસ ડેપોમાં પહોચી અને ઊના બસ ડેપો હાઇ હાઇના નારા સાથે ચક્કાજામ કરી રોષ વ્યક્ત કરેલ હતો.
ગીરગઢડા તાલુકાના જરગલી ગામેથી 110 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વડવીયાળા ગામે જતાં હોય છે. પરંતુ એસટીબસ ગામમાં સમયસર ન આવતા અને પેસીન્જરો તેમજ વિદ્યાર્થીઓ સહીત કુલ 150 જેટલા લોકો બસમાં બેસી ન શક્તા હોય જેથી વિદ્યાર્થીઓને બસમાં ઉભા રહી શાળાએ જવું પડે છે. અને ક્યારેક બસમાં વધુ પેસેન્જરો હોય તો ચાલીને ધરે તેમજ વડવીયાળા શાળાએ જવાનો વારો આવે છે. આ બાબતે એસટી બસ સમયસર આવે અને બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં આવેલા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઊના બસ ડેપોમાં ચક્કાજામ કરી રોષ વ્યક્ત કરેલ હતો. અને આ બાબતે જરગલી ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓએ ઊના ડેપો મેનેજરને લેખીત રજુઆત કરી બસ સમયસર
આવે તેમજ બીજી બસ ફાળવવા માંગ કરી હતી.


Loading...
Advertisement