ઉનાનાં ઉમેજ ગામે જીવના જોખમે નદી પાર કરતા સીમ શાળાના વિદ્યાર્થીઓ

18 September 2019 12:49 PM
Veraval Saurashtra
  • ઉનાનાં ઉમેજ ગામે જીવના જોખમે નદી પાર કરતા સીમ શાળાના વિદ્યાર્થીઓ

ખેડૂતોને પણ બળદ ગાડા સાથે નદી પાર કરવા મુશ્કેલી

ઉના તા.18
ઊનાના ઉમેજ ગામની રાવલ નદીના સાંમા કાંઠે એક હજારથી વધુ લોકોનો વસવાટ હોય તેમજ ખેડૂતોની પાકની જમીનો પણ આવેલી હોય તેમજ સાંમા કાંઠે સીમ શાળા પણ હોય અને આ શાળામાં 40 થી વધુ બાળકો અભ્યાસ કરતા હોય પરંતુ રાવલ નદીમાં પાણી હોવાથી બાળકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવુ પડે છે. જ્યારે વ્યાપક પ્રમાણમાં નદીમાં પાણી હોય ત્યારે છાત્રોએ અભ્યાસથી વંચિત પણ રહેવું પડે છે.
તે સિવાય સામા કાંઠા વિસ્તારમાં ખેડૂતોની ખેતીની જમીન હોય પાકના વાવેતરની માવજત કરવા કિમતી માલઢોર ગણાતા બળદ ગાડાને પણ જીવના જોખમે પાણીમાં ઉતારી મહામુસીબતે ખેતર સુધી પહોચતા હોય છે. આ બાબતે ગ્રામજનોના જણાવ્યા મુજબ કે આ સમસ્યા વર્ષો જુની હોય પરંતુ ચુંટણી સમયે આવતા સફેદ બગલાઓ મત મેળવવા વચનો આપી જાય છે. પરંતુ સમય જતા આ વચનો ઠગારા નિવડતા હોવાના દ્રશ્યો જોવા મળે છે. વિકાસની વાતો વર્ષોથી સાંભળી રહ્યા છે. પરંતુ અમારા ગામનો વિકાસ થતો દેખાતો નથી.


Loading...
Advertisement