ભાવનગરમાં ઉછીના નાણાના મુદ્દે બે શખ્સોનો યુવાન પર જીવલેણ હુમલો

18 September 2019 12:30 PM
Bhavnagar
  • ભાવનગરમાં ઉછીના નાણાના મુદ્દે બે શખ્સોનો યુવાન પર જીવલેણ હુમલો

કુંભારવાડામાં દાઝી ગયેલી યુવતિનું કરૂણ મોત

(વિપુલ હિરાણી) ભાવનગર તા.18
ભાવનગરમાં ઉછીના આપેલા નાણાના મામલે બે શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના ઘોઘા જકાત નાકા બેઠેલાપુલ પાસે રહેતા અમિતભાઈ ભુપતભાઈ લાઠીયાએ નવાપરામાં રહેતા કાળુ ડેરૈયા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે તેણે અમિત ઉર્ફે કાળુ ડેરૈયા પાસેથી ઉછીના લીધેલા નાણાની બન્ને શખ્સોએ વાઘાવાડી રોડ પર આવેલ ગારમેન્ટની દુકાને આવી ગાળો આપી ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.
આ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દાઝી જતા મોત
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી સેજલબેન વિનોદભાઈ રાઠોડ (ઉ.16) પોતાના ઘેર પ્રાઈમસમાં કેરોસીન ભરતી વેળાએ અચાનક ભડકોથતા સેજલબેન ગંભીરરીતે દાઝી જતા અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.


Loading...
Advertisement