તળાજાના કોદીયા ગામે ચાર દિવસમાં ત્રણ ગાયનો શિકાર કરતો ખુંખાર દિપડો

18 September 2019 12:27 PM
Bhavnagar Saurashtra
  • તળાજાના કોદીયા ગામે ચાર દિવસમાં ત્રણ ગાયનો શિકાર કરતો ખુંખાર દિપડો

ગ્રામજનોમાં ગભરાટ : પાંજરે પુરવાની લોકોની માંગ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.18
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં દીપડા ની વધતી જતીવસ્તી સાથે દીપડો માનવ વસાહત માં આવી પશુઓનું મારણ કરી રહ્યો હોય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કોદીયા ગામની વાડી વિસ્તારમાં છેલા ચાર દિવસ માં ત્રણ મારણ ના બનાવ ને લઈ હવે ખેડૂતો દીપડા ને પાંજરે પુરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.
માનવ ઝીંદગી નું મૂલ્ય છેકે જંગલી હિંસક પશુઓનું ? આ પ્રશ્ન આવનાર દિવસો માં તળાજા પંથક માં વધતી જતી હિંસક પશુઓની વસ્તી અને માનવ જીવ પર હુમલાઓ તથા માનવ વસાહત માઆવી આંગણે બાંધેલ પશુઓ પરના હુમલા ને લઈ ઉઠવા પામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાછે.તેવું ન બને તેમાટે વન વિભાગે એક્શન પ્લાન ત્યાર કરવો પડશે અને હિંસક પશુઓ માનવ ને રંજાડે નહિ તેવા પગલાં ભરવા પડશે.
તળાજા ના કોદીયા અને છાપરી ગામમાં છેલા પાંચેક દિવસ માં ચાર ચાર મારણ ની ઘટના સામે આવી છે.ગત રાત્રે બાધાભાઈ ભૂરાભાઈ ની વાડીમાં રહેલ ગૌ વંશને શિકાર બનાવેલ .દીપડા ના માનવ વસાહત માં આવી આંગણે બાંધેલ પશુઓને શિકાર બનાવવા ના વધતા બનાવે આજે દીપડા ને પાંજરે પૂરવા માં નહિ આવેતો માનવ પર હુમલો કરી બેસે તેવો ડર સ્થાનિક લોકો દ્રારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એ માટે ગ્રામજનોએ ભેગા મળી વન વિભાવ ને સામુહિક રજુઆત કરવાની સાથે તુરંત પગલાં ભરવામાં આવેતેવી માગ બળવત્તર બની હોવાનું લોકોએ જણાવ્યું હતું.


Loading...
Advertisement