વિંછીયામાં જુગારનાં તોડ પ્રકરણમાં પાંચ પોલીસમેન સસ્પેન્ડ: ખળભળાટ

18 September 2019 12:22 PM
Jasdan Crime Saurashtra
  • વિંછીયામાં જુગારનાં તોડ પ્રકરણમાં પાંચ પોલીસમેન સસ્પેન્ડ: ખળભળાટ
  • વિંછીયામાં જુગારનાં તોડ પ્રકરણમાં પાંચ પોલીસમેન સસ્પેન્ડ: ખળભળાટ

પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને આધારે મોટા કંધેવાળીયા ગામે દરોડો પાડી નવ શખ્સોને દબોચી લીધા’તા: માત્ર રૂા.48 હજારની રોકડ કબ્જે લીધી’તી:જુગારીએ જીલ્લા પોલીસ વડા ને રજુઆત કરી,’સાહેબ જુગારમાં રૂ.8.97 લાખની રોકડ હતી.’:એલસીબી અને એસઓજી ને તપાસ સોંપતા તોડ પ્રકરણ બહાર આવ્યું:જુગારની રકમ બતાવવાને બદલે પાંચેય પોલીસમેન ચાઉ કરી ગ્યા:ઉચાપત ના ગુન્હા હેઠળ પાંચેય પોલીસમેન ની ધરપકડ કરાઈ:જુગારના દિવસે જ આરોપીઓ પાસેથી કબુલાતનામું તૈયાર કરાવી લીધું અને ચાર્જશીટ પણ તૈયાર કરી!!

રાજકોટ તા.18
રાજકોટ જીલ્લાનાં વિંછીયા તાલુકામાં અઠવાડીયા પૂર્વે બાપા સીતારામનાં ઓટા પાસે ખુલ્લામાં જુગારનાં દરોડામાં પોલીસે રેઈડ પાડી નવ શખ્સોને રૂા.48 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં આરોપીઓને જામીનમુકત કર્યા હતા. પોલીસ તપાસ માં જાણવા મળ્યુ હતું કે જુગારનાં દરોડામાં રૂ.8.47 લાખની રોકડ રકમ ઓછી બતાવવા મામલે વિંછીયા પોલીસ મથકના પાંચ પોલીસમેન ને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વિંછીયા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ. વલ્લભભાઈ મગનભાઈ ઝાપડીયા, કોન્સટેબલ જીલુભાઈ તળસીભાઈ હાંડા તેમજ લક્ષ્મણભાઈ ગોહીલ સહીતનો સ્ટાફ તા.10-9 ના રોજ રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે મધરાત્રે મોટા કંધેવાડીયા ગામે બાપા સીતારામનાં ઓટા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા જગુ જીવા ખાચર, જેસીંગ ઉર્ફે નનકા, રાણા રાઠોડ, ભાભલૂ મોતી ખાચર, કાળુ ખોડા ગીડી, કિશોર કનુ ધાંધલ, ખોડા આંબા દુધરેજીયા, જેંતી નાથા જાડા, રસિક અંબારામ મેરજા, અને વિજય જુગાભાઈ વાલાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં જુગારનાં સ્થળેથી રૂા.48,340 ની રોકડ કબ્જે કરી હતી. તેમજ આરોપીઓને જામીનમુકત કર્યા હતા.

ત્યારબાદ જુગારી(અરજદાર) રસિક મેરજાએ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને રજુઆત કરી હતી કે,સાહેબ જુગારની અંદર રમાતો હતો અને તે ખુલ્લા પટમાં બતાવવામાં આવ્યો છે.તેમજ દરોડા દરમિયાન ઝડતી સમયે ઘરમાં રૂ.8.97 લાખની રોકડ હતી અને પોલીસ ચોપડે માત્ર રૂ.48 હજાર ની રોકડ બતાવી હતી.બાકીના પૈસા દરોડા દરમિયાન પાંચેય પોલીસમેને ઉચાપત કરી લીધી હતી.અને જિલ્લા પોલીસ વડા એ આ બાબત ને ગંભીરતા થી લઇ ને એલસીબી પીઆઇ રાણા અને એસઓજી પીઆઇ પલાચાર્યને તપાસ સોંપતા માલુમ પડ્યું હતું કે,જુગારના ફરિયાદી પોલીસમેન શ્રીધરભાઈ ઘુઘાભાઈ સાકરીયાની પૂછપરછ માં જણાય આવ્યું હતું કે જુગારના દિવસે વીંછીયા પોલીસ મથક ના ઇન્ચાર્જમાં ભાડલા પોલીસ મથકના અધિકારી હતા અને વીંછીયા પોલીસ મથકમાં અધિકારી હાજર ન હોવાથી જુગાર ની ચાર્જશીટ અને કબૂલાતનામું લખાવી લીધી હતી. અને ભાડલા પોલીસને ફોન કરી જાણ કરાઈ હતી અને તમામ આરોપી ને જમીનમુક્ત કરી દીધા હતા.આ બનાવ માં જુગારમાં કબજે કરાયેલી રોકડ રૂ.8.48 ની રોકડ નહીં બતાવી ઉચાપત કરી હતી.

આ બનાવ માં વીંછીયા પોલીસ મથકમાં પાંચેય પોલીસમેન વલ્લભભાઇ મગનભાઈ ઝાપડીયા,લક્ષ્મણ ઠાકરસી ગોહિલ, શ્રીધર ઘૂઘાભાઈ સાકરીયા,ગોપાલ ગોવિંદ શેખ અને જીલું તળસી હાડા વિરુદ્ધ આઇપીસી કલમ 193, 406, 409, 465, 471, 114 હેઠળ ગુન્હો નોંધી તમામ ની ધરપકડ કરી હતી. આ બનાવ માં જિલ્લા પોલીસ વડા બલરામ મીના એ પાંચેય પોલીસમેન ને સસ્પેન્ડ કરી દીધા હતા અને રિમાન્ડ માટે કોર્ટહવાલે કર્યા હતા.ઉલ્લેખનીય છેકે વીંછીયા પોલીસ મથક ના વિસ્તારમાં તાજેતરમાં જ એલસીબી પીઆઇ એમ.એન.રાણા ની રાહબારીમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો અને વીંછીયાના પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હાલ ભાડલા પોલીસ મથક ના અધિકારી ચાર્જમાં હતા.તેઓ પોલીસ મથક માં બીજા દિવસે ચાર્જમાં આવે તે પૂર્વે જ જુગારના કેસ ની તમામ તપાસ પૂર્ણ કરી દીધી હતી.

આ બનાવ અંગે ઝડપાયેલા વીંછીયા પોલીસ મથકના પાંચેય પોલીસમેન વલ્લભભાઇ મગનભાઈ ઝાપડીયા,લક્ષ્મણ ઠાકરસી ગોહિલ, શ્રીધર ઘૂઘાભાઈ સાકરીયા,ગોપાલ ગોવિંદ શેખ અને જીલું તળસી હાડા પાસે થી રૂ.4 લાખ ની રોકડ કબજે લીધી છે જ્યારે બીજા પૈસા ક્યાં વપરાયા?એ અંગે રિમાન્ડ માટે તમામ ને કોર્ટ હવાલે કરાયા હતા.


Loading...
Advertisement