વિદેશી સહીતના રોકાણકારોના માનસ ખરડાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર

18 September 2019 12:16 PM
Business India
  • વિદેશી સહીતના રોકાણકારોના માનસ ખરડાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર

જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેનું બેધડક બયાન : ‘કેગ’ના રીપોર્ટથી જ 211 સ્પેકટ્રમ લાયસન્સ રદ કર્યા: વિદેશી રોકાણકારોના અબજો ધોવાયા: દોષીત બાઈજજત બરી : 1993 થી 2011 સુધીના કોલ બ્લોક લાયસન્સ 2014માં રદ કર્યા: રોકાણ-રોજગારી બન્ને ગઈ

નવી દિલ્હી: દેશના જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ હાલની આર્થિક મંદી માટે કંઈક અંશે સુપ્રીમ કોર્ટને પણ જવાબદાર ગણાવતા કહ્યું કે 2012માં ટુ-જી સ્પેકટ્રમ અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા એ ઈન્વેસ્ટર્સના સેન્ટીમેન્ટ પર મોટો ફટકો માર્યો. સુપ્રીમ કોર્ટ ફકત ‘કેગ’ની ધારણા પર જ 122 સ્પેકટ્રમ લાયસન્સ એક જ ઝાટકે રદ કરી દીધા. જેના કારણે ભારતના ટેલીકોમ ઉદ્યોગ જ નહી. વિદેશી રોકાણકારોને સલામતી મુદે મોટો ફટકો માર્યો હતો. તેઓએ ‘લીફલેટ’ વેબ પર પોતાના બ્લોગમાં આ વાત કરી છે. તેઓએ કહ્યું કે સ્પેકટ્રમ લાયસન્સની વહેચણી તો ગડબડ કરી તે લોકો છટકી ગયા અને જે વિદેશી રોકાણકારોએ મુડી નાખી. લાયસન્સ ખરીદ્યા હતા તે વાસ્તવમાં તેમનો વાંક જ ન હતો. વિદેશી રોકાણકાર પર ફરજ લદાઈ કે તેણે ભારતમાં ટેલીકોમ વ્યાપાર કરવા માટે સ્થાનિક પાર્ટનર જરૂરી છે પણ આ પાર્ટનરે કઈ રીતે સ્પેકટ્રમ મેળવ્યા તે કોઈ જાણતું ન હતું. તેઓના અબજો ડોલર એક જ આદેશથી કાગળ બની ગયા. કેગના રીપોર્ટ પર પણ હવે પ્રશ્ર્ન છે. જેણે સ્પેકટ્રમ વહેંચણીથી દેશની તિજોરીને રૂા.1.76 લાખ કરોડનું નુકશાન ગયું તેઓ દાવો કર્યો અને સુપ્રીમ કોર્ટ તેના પરથી લાયસન્સ રદ કર્યા અને પાંચ વર્ષ પછી 2017માં એજ સીબીઆઈએ પુર્વ કેન્દ્રીય મંત્રી એ.રાજા સહીતના 15 ઓગષ્ટને બાઈજજત બરી કરી દીધા અને આજે તેઓ માનનીય સાંસદ છે અને વિદેશી રોકાણકારોએ ભારતમાં જે નાણા રોકયા હતા તે માંડવાળ કર્યા. આવી જ રીતે સુપ્રીમ કોર્ટે ઓગષ્ટ 2014માં અગાઉના વર્ષો 1993થી 2011 સુધી ફાળવ્યા. તમામકોલ બ્લોક લાયસન્સ રદ કરી દીધા. આ પ્રકારે 218 લાયસન્સ રદ થયા તે એક તરફી ભેદભાવ આવો નિર્ણય હતો. સુપ્રીમ કોર્ટે ગોવામાં માઈનીંગ લાયસન્સ રદ કર્યા. જેના કારણે હજારો કરોડના રોકાણ અને જંગી રોજગારી પાણીમાં ગઈ હતી.


Loading...
Advertisement