અમેરિકામાં એચવન-બી વિસાધારકના જીવનસાથીને નોકરીની છૂટ

18 September 2019 12:13 PM
India World
  • અમેરિકામાં એચવન-બી વિસાધારકના જીવનસાથીને નોકરીની છૂટ

વોશિંગ્ટન અદાલતે ટ્રમ્પ શાસન આદેશને રદ કર્યા

પુના: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ માસમાં મુલાકાત પુર્વે જ ટ્રમ્પ શાસને ભારતીયો માટે વધુ એક રાહત આપતા એચવન-બી વિઝા ધારકો માટે તેના જીવનસાથી માટે અમેરિકાએ નોકરી કરવા પરનો પ્રતિબંધ દૂર કરી દીધો છે. આ વર્ષે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચવન-બી વિસાધારકોને માટે આ નિયમ લાગુ કરતા હજારો ભારતીય માટે યુગલો માટે એક જ આવક પર આ દેશમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું અને અનેક યુગલો અમેરિકાને બાયબાય કહેવાની તૈયારીમાં હતા તેઓને રાહત મળશે. અગાઉ ઓબામા શાસને આ છૂટ આપી છે. વોશિંગ્ટનની એક અદાલતે આ પ્રકારના જોબ નહી કરવાના નિયમથી દેશની સિકયોરીટી સાથે કોઈ સંબંધ હોવાનું પ્રસ્થાપીત થતું નથી તેવું જણાવ્યું હતું.


Loading...
Advertisement