ડોનાલ્ડ ટ્રમ્પ આગામી માસમાં ભારત આવશે!

18 September 2019 11:57 AM
India World
  • ડોનાલ્ડ ટ્રમ્પ આગામી માસમાં ભારત આવશે!

મોદીની દોસ્તી રંગ લાવે છે: પાકના પેટમાં વધુ તેલ રેડાશે : અમેરિકાના પ્રમુખનો નિશ્ર્ચિત થતો કાર્યક્રમ: દિલ્હી-આગ્રા-મુંબઈની મુલાકાત શકય

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી અને તે બાદની કાશ્મીરી પ્રશ્ર્ને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીએ ભારતનો હાથ જે રીતે ઉપર રહ્યા છે અને તા.23ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનમાં હાઉડી-કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરીથી પાકને જે જલન થઈ રહી છે તેમાં હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓકટોબર માસમાંજ ભારતની મુલાકાત લે તેવી ધારણા છે. બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી આ અંગે વાતચીત ચાલતી હતી અને હવે નકકર સ્વરૂપ ધારણ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી, આગ્રા, મુંબઈની મુલાકાત લેશે. તેઓ બે દિવસ ભારતમાં રોકાશે. 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને ટ્રમ્પ તેમાં વ્યસ્ત થઈ જાય તે પુર્વે તેઓ ભારતની મુલાકાત લેવા આતુર છે. પ્રમુખ ટ્રમ્પની આ સંભવિત મુલાકાત પુર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાની એડવાન્સ ટીમ દિલ્હી અને આગ્રામાં પહોંચી ગઈ છે અને તેઓ ટ્રમ્પના સંભવત રહેણાંક-હોટેલ તથા અન્ય સુવિધા નિહાળશે. જો કે ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાની ખાસ વ્યવસ્થા કરવા ઓફર કરી છે. પરંતુ પ્રમુખની સુરક્ષાને ફીટ હશે તો જ આ વ્યવસ્થા સ્વીકારશે.
સામાન્ય રીતે અમેરિકાના પ્રમુખના કાફલામાં જે રીતે 1000થી વધુ સુરક્ષા કર્મી તથા તેમની મશીનરી સામેલ હોય છે તે જોતા કોઈ ટોચની હોટેલ જ પુરી બુક કરી લેવાય છે.
ટ્રમ્પે તાજમહાલ જોવાની ઈચ્છા કરી છે. ખાસ કરીને તેમના પુત્રી મેલેનીયા માટે આ કાર્યક્રમ ગોઠવાઈ શકે છે. ટ્રમ્પને મુંબઈમાં આવકારવા ભારતના વ્યાપાર ઉદ્યોગ સંગઠનોએ સંયુકત રીતે અમેરિકી રાજદૂતને રજુઆત કરી છે.


Loading...
Advertisement