ભાવનગરમાં વિદ્યાર્થીઓની સાયકલ ચોરતો અઠંગ ચોર ઝડપાયો : દસ સાયકલનો મુદામાલ કબ્જે

18 September 2019 11:53 AM
Bhavnagar
  • ભાવનગરમાં વિદ્યાર્થીઓની સાયકલ ચોરતો
અઠંગ ચોર ઝડપાયો : દસ સાયકલનો મુદામાલ કબ્જે

મજુકુર આરોપી અન્ય ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ? તે મુદ્દે રીમાન્ડમાં લેવાની તજવીજ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.18
ભાવનગર જીલ્લા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકુમાર યાદવ તથા મ્હે.પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ. એમ.એસ.ઠાકર તથા ગંગાજળિયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર આર.જે.શુકલા ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરી નો ભેદ ઉકેલવા સખત સુચના આપેલજે સુચના અને માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મો.સા.તથા સાયકલ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તે દરમ્યાન પો.કો.હિરેનભાઈ મકવાણા તથા પોકો પ્રકાશભાઈ ગોહેલ ને મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે કરચલિયા પરા ધનાનગર ખાર વિસ્તાર મા બાવળ ની ઝાલી મા એક ઈસમ જુદીજુદી સાયકલ ગોઠવતો હોય જે જગ્યાએ જતા મજકુર ઇસમ શકાસ્પદ સાયકલ તથા એક ઇલેક્ટ્રિક મોટર તથા એક મોબાઇલ ફોન સાથે ત્યાં ઉભો છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા એ જતા. દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી જગ્યા મજકુર ઈસમ ચાલક નું નામ પૂછતાં (1) ગોપાલ ઉર્ફે ચરખી પરવીનભાઈ યાદવ ઉવ.23 રહે. કરચલીયા રામાપીર ના મંદિર પાસે ભાવનગર હોવાનું જણાવેલ મજુકુર પાસેથી (1) જુદીજુદી કંપની સાયકલ જેની કિં. રૂ.24,000/- તથા (2) એક ઇલેક્ટ્રિક મોટર જેની કી.રૂ.500/- તથા (3) એક સેમસંગ કંપની નો મોબાઈલ જેની કિ. રૂ. 1000/- ગણી કુલ 26,000/-ના મુદામાલ સાથે મળી આવેલ.
મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે જુદીજુદી જગ્યા એથી થોડા દિવસ પહેલા વહેલી સવારે ચોરી કરેલી હોવાની કબુલાત કરેલ છે. આ અંગે ગંગાજળિયા પો.સ્ટે.મા આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ.તેમજ મજુકુર આરોપી ગોપાલ ઉર્ફે ચરખી પરવીનભાઈ યાદવ ઉવ.23 રહે કરચલીયા રામાપીર ના મંદિર પાસે ભાવનગરમાંથી ચોરી ના ગુન્હા માં અગાઉ પણ પકડાયેલ છે તો આમ મજુકુર આરોપી ચોરી કરવાની ટેવ વાળો તેમજ રીઢો ગુન્હેગાર છે.


Loading...
Advertisement