ગોંડલના ગુંદાળા ગામે પરિણીતાના છુટાછેડાના મુદ્દે દંપતિ પર હુમલા

18 September 2019 11:45 AM
Gondal
  • ગોંડલના ગુંદાળા ગામે પરિણીતાના
છુટાછેડાના મુદ્દે દંપતિ પર હુમલા

ઉમવાડા ફાટક પાસેથી સગીરને ઉઠાવી જતો અજાણ્યો શખ્સ

ગોંડલ તા.18
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ ચારોલા એ પોલીસ મથકમાં બાધુ ભવનભાઈ ચારોલા, વીલુ ચતુરભાઈ વાઘેલા, વિનુ બાધુભાઈ ચારોલા તેમજ રાકેશ ભુપતભાઈ ચારોલા વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના સાઢુ ભાઈ ના દીકરા ની પત્ની સાથે રાકેશ ને પ્રેમ સંબંધ હોય જેની જાણ થતાં છૂટાછેડા થવા પામ્યા હતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો આ હુમલામાં ફરિયાદીના પત્ની લાભુબેન ને પણ ઈજા થતાં પોલીસે આઈ પી સી કલમ 363 366 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અપહરણ
ગોંડલ શહેરના ઉમવાડા ફાટક પાસે ગુલાબ નગર કેનાલ ની પાસે રહેતા દિનેશભાઈ રુખડભાઈ મકવાણા ઉંમર વર્ષ 40 તે પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમના સગીર વયનો પુત્ર જયેશ ઉર્ફે જનક ઉંમર વર્ષ 17 ને કોઈ અજાણ્યો શખ્સ વાલીપણા માંથી અપહરણ કરી લઈ ગયેલ છે પોલીસે આઈ પી સી કલમ 363 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement