ગોંડલના સુલતાનપુર ગામના શિક્ષક દંપતિની પુત્રી નાયબ મામલતદાર બની

18 September 2019 11:34 AM
Gondal
  • ગોંડલના સુલતાનપુર ગામના શિક્ષક
દંપતિની પુત્રી નાયબ મામલતદાર બની

મન હોય તો માળવે જવાયની કહેવત સાર્થક કરતી રાધિકા બુહા

ગોંડલ તા.18
"સિદ્ધિ એનેજ વરે જે પરસેવે રેબઝેબ થાય " આ ઉક્તિ ને સુલતાનપુર ગામે રહેતા શિક્ષક દંપતિની પુત્રી એ ખરા અર્થ મા સાકાર કરી બતાવી છે, તાજેતરમાંજ રણછોડભાઇ હરજીભાઇ બોઘરા સિવિલ સર્વિસ કેન્દ્ર અમદાવાદ (નિકોલ )કેળવણી ધામ ખાતે તાલીમ લઇ રહેલા 32 વિદ્યાર્થીઓએ તારીખ 13 સપ્ટેમ્બર 2019ના રોજ નાયબ મામલતદાર તેમજ નાયબ સેક્સન ઓફિસર ની જી. પી. એસ. સી. ની પરીક્ષા પાસ કરીને સરકારમા જોડાયેલા છે.
તેમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની દિકરી રાધિકા બુહાનો સમાવેશ થાય છે, સુલતાનપુર શિક્ષક દંપતીની આ પુત્રી એ કઠોર પરિશ્રમ કરીને જી. પી. એસ. સી. ની પરીક્ષા મા સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર તેમજ સુલતાનપુર ગામનું ગૌરવ વધાર્યું છે તેમને નાયબ મામલતદાર તરીકે ની પોસ્ટ મેળવી છે.
મૂળ ગોંડલ ના નાના સખપુરના વતની ને છેલ્લા 32 વર્ષ થી સુલતાનપુરમા સ્થાયી થયેલા બાબુભાઇ બુહા (શિક્ષક -માદયમિક શાળા સુલતાનપુર )તેમજ વસંતબેન બુહા (શિક્ષિકા -ક્ધયાશાળા સુલતાનપુર )ની દિકરી રાધિકા બુહા એ જી. પી. એસ. સી. ની પરીક્ષામા અસામાન્ય સિદ્ધિ મેળવી છે, શિક્ષક દંપતિની આ પુત્રી નાનપણ થીજ અભ્યાસમા તેજસ્વી રહી છે, સામાન્ય ખેડૂત પરિવાર હોવાથી અનેક અભાવો વચ્ચે પણ રાધિકા એ પોતાનું શિક્ષણમા ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા મેળવવા સતત પુરુષાર્થ કરતી રહી હતી, અને તેમના પરિવારે પણ પોતાની આ દિકરી ભણી ગણી ને સમાજ મા મોભાદાર સ્થાન મેળવે તે માટે પુત્રી ને શિક્ષણ માટે પૂરતો તમામ સહયોગ આપ્યો હતો, પરિવાર તરફ થી મળતી સતત હૂંફ અને યોગ્ય સહકાર તેમજ બનતી તમામ મદદ તથા પોતાના અથાગ પુરુષાર્થ થી તે ઉચ્ચ શૈક્ષણીક કારકિર્દી ઘડવામાં સફળ રહી છે, રાધિકા બુહાની આ સફળતા માટે સુલતાનપુર ક્ધયાશાળા તેમજ સુલતાનપુર ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે, રાધિકા બુહાની આ સફળતા મળતા બુહા પરિવાર મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.


Loading...
Advertisement