કાશ્મીર મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: શું કહ્યું જાણો વિગતો....

18 September 2019 08:50 AM
India Navratri SPL World
  • કાશ્મીર મુદ્દે  વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને આપ્યો  જડબાતોડ જવાબ: શું કહ્યું જાણો વિગતો....

કાશ્મીર મેળવવા માગતા પાક.ને POKના પણ ફાંફાં પડશે: વિદેશ મંત્રી બન્યાને 100 દિવસ પુરા થતા એસ જયશંકરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હીઃ વિદેશી મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ PoK અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, પીઓકે ભારતનો ભાગ છે, વિશ્વાસ છે કે તે અમારા નિયંત્રણમાં આવશે. એસ. જયશંકરે જણાવ્યું કે, એનઆરસી(NRC) અમારો અધિકાર છે અને તે પણ ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાને એ જોવું જોઈએ કે તે પોતાને ત્યાંના લઘુમતિ સાથે કેવો વ્યવહાર કરી રહ્યું છે.

સરકારના 100 દિવસ પૂરા થવાના પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, 'પાકિસ્તાને ભારત સામે સવાલ ઉઠાવતાં પહેલાં પોતાને ત્યાં એ ચકાસવું જોઈએ કે તેનાં લઘુમતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેમનું ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે.'

જાકીર નાઈક અંગે વિદેશમંત્રીએ જણાવ્યું કે, "અમે પ્રત્યાર્પણ માટેની અરજી જાન્યુઆરી 2018માં જ આપી હતી. એ સમયથી અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વ્લાદિવોસ્તોવમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને અમે ફરીથી પ્રત્યાર્પણ અંગે વાત કરી હતી. અમે જાકીર નાઈકને પાછા લાવવા માગીએ છીએ."


Loading...
Advertisement