સિવિલમાંજ ફરજ પરના મહીલા હોમગાર્ડને પતિનો મૃતદેહ સામે મળ્યો

17 September 2019 07:14 PM
Surat Gujarat
  • સિવિલમાંજ ફરજ પરના મહીલા હોમગાર્ડને પતિનો મૃતદેહ સામે મળ્યો

મોદી જન્મદીન ઉજવણીમાં વધુ એક કમનસીબ ઘટના : સુરતની ઘટના: નોકરીના 10 મીનીટમાંજ ખરાબ સમાચાર

સુરત:
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદીનની સુરતમાં સિવિલ હોસ્પીટલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે મહીલા હોમગાર્ડ રત્નાબેનને ફરજ મુકવામાં આવ્યા હતા. તેઓને ફરજ સમયે જ પતિનું સ્વાસ્થ્ય લથડયું હોવાના ખબર મળતા ઉપરી અધિકારીને ફરી ઘરે જવા નીકળ્યા તો સિવિલની બહાર જ તેને 108 મળી જેમાંતેના પતિનો મૃતદેહ હતો. મનોજ પાટીલ નામના આ 40 વર્ષના કામદાર નાઈટ ડયુટી બાદ પરત જતા સમયે જતા હતા ત્યાં માર્ગમાં પડી જતા 108માં ખસેડાયા અને તેમના પત્નીને ફોનથી જાણ કરાઈ હતી અને તેઓ સિવિલની બહાર નીકળ્યા તો 108 સામે મળી હતી.


Loading...
Advertisement