તામિલનાડુ, કર્ણાટક, મુંબઈની ટી20 લીગ સામે પણ બીસીસીઆઈની તપાસ

17 September 2019 06:55 PM
Sports
  • તામિલનાડુ, કર્ણાટક, મુંબઈની ટી20 લીગ સામે પણ બીસીસીઆઈની તપાસ

અજાણ્યા લોકોએ ખેલાડીઓનો સંપર્ક સાધ્યો

મુંબઈ તા.17
તામિલનાડુ પ્રીમીયર લીગ (ટીએનપીએલ) ભારતીય ક્રિકેટ સંઘની તપાસના દાયરામાં હોઈ એવી એકમાત્ર સ્થાનિક ટી20 સ્પર્ધા નથી.
બીસીસીઆઈના એન્ટી-કરપ્શન યુનિટના વડા અજીતસિંહે જણાવ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનની ટી20 લીગના ખેલાડીઓનો પણ અજાણ્યા લોકોએ સંપર્ક કર્યો હતો, અને એની તપાસ ચાલુ છે.
સિંહે જણાવ્યું હતું કે જેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોય તેમણે અમને જાણ કરવી જરૂરી છે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે મુંબઈ ટી20 લીગના ખેલાડીઓનો પણ સંપર્ક કરાયાની બાબતની તપાસ કરી રહ્યા છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય મહિલા ટીમના એક અગ્રણી સભ્યનો સંપર્ક સધાયો હતો અને એ બાબતે બે વ્યક્તિ સામે બેંગાલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ લોકોએ મેચ ફીકસીંગ અને ચીટીંગ માટે સંપર્ક કરી નાણાંની ઓફર કરી હતી.


Loading...
Advertisement