ભારતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વોટસએપ પેમેન્ટ સર્વિસ શરુ થશે

17 September 2019 06:35 PM
India Technology
  • ભારતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વોટસએપ પેમેન્ટ સર્વિસ શરુ થશે

ગ્રાહકો-દુકાનદારો વચ્ચે એન્ક્રીપ્ટેડ પેમેન્ટ થઈ શકશે

નવી દિલ્હી તા.17
લોકપ્રિય મેસેજીંગ પ્લેટફોર્મ વોટસએપ તેના યુઝર્સ માટે પેમેન્ટ ઓપ્શન લાવવા જાહેરાત કરી ચૂકયું છે. અહેવાલો મુજબ આ સર્વિસ આ વર્ષના અંત સુધીમાં યુઝર્સને મળતી થઈ જશે.
કંપની પેમેન્ટ સર્વિસ માટે 2017થી ઈનવાઈટ-ઓનલી બેસીસ પર ટેસ્ટ કરી રહી છે. આમ છતાં બે વર્ષ પછી પણ વોટસએપ તરફથી સતાવાર રીતે તેને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી નથી.
વોટસએપ ઈન્ડીયાના ઈન્ડીયા હેડ અભિજીત બોસએ તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમે આ સેવા યુઝર્સને આપી શકીશું. કંપની તેની પેમેન્ટ સીસ્ટમને વોટસએપ ફોર બિઝનેસ એપ સાથે ઈન્ટીગ્રેટ કરી શકે છે.
વોટસએપ તેની પેમેન્ટ સીસ્ટમને પણ એન્ડ ટુ એન્ડ કમ્યુનીકેશન લાઈકસ સાથે એનેબલ કરવા ઈચ્છે છે. એ દ્વારા ગ્રાહકો અને નાના ધંધાર્થીઓ વચ્ચે એપની મદદથી એન્ક્રીપ્ટેડ પેમેન્ટ થઈ શકશે.
તેમણે જણાવ્યું હતું કે વોટસએપ ફોર બીઝનેસ એપીઆઈ ચેટીંગ એપની જેમ ફ્રી નથી.


Loading...
Advertisement