મોરબી એટોપ ફૂડ કંપનીના કારખાનામાં આગ : લાખોનું નુકશાન

17 September 2019 05:13 PM
Morbi Woman
  • મોરબી એટોપ ફૂડ કંપનીના કારખાનામાં આગ : લાખોનું નુકશાન

ટંકારાના મોટા ખીજડીયાના યુવાનનું ઝેરી દવા પીતા સારવારમાં મોત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.17
મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ નજીક આવેલ એટોપ ફુડ પ્રા.લી. નામના કારખાનામાં ગત તા.30-8 ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જે અંગે કારખાનાના મેનેજર રજનીભાઈ શિવલાલ વામજાએ એટોપ ફુડ પ્રાઇવેટ લિમિટેડ વતી ટંકારા પોલીસને ગઇકાલે તા.16-9 ના બનાવની જાણ કરી છે કે તેઓના કારખાનામાં જે તે સમયે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવમાં ફેક્ટરીમાં કુલ મળીને રૂપિયા 20 લાખનું નુકસાન થયેલ છે.જેથી ટંકારા પોલીસે બનાવની નોંધ કરી છે અને ફિરોઝભાઈ પઠાણ દ્વારા તેની તપાસ શરૂ કરાઇ છે.
યુવાનનું મોત
મોરબીના ટંકારા તાલુકામાં આવેલા મોટા ખીજડીયા ગામના નરેન્દ્રસિંહ અનોપસિંહ ઝાલા (ઉંમર વર્ષ 40) છેલ્લા કેટલાક સમયથી એકલવાયુ જીવન જીવતા હોય ગત તા.12-9 ના રોજ તેઓએ પોતાના ઘેર ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી જેથી ટંકારા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ ઝાલાનું મોત નિપજતા ટંકારા પોલીસે નોંધ કરી છે જેની આગળની તપાસ એમ.કે.બ્લોચે હાથ ધરી છે.
મહિલાનું મોત
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે કિરણબેન ગોરધનભાઈ બાબરીયા નામના ચાલીસ વર્ષીય મહિલાનું ગઈકાલે તા.16 ના મોડી રાતના અગીયારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર મોત થતા તેઓના મૃતદેહને વાંકાનેર સિવિલે લઈ જવાયો હતો.બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિજયભાઈ નાગજીભાઈએ કિરણબેન કોળીના મોતનું ખરૂ કારણ જાણવા પીએમ સહિતની આગળની વિધિ શરૂ કરી છે.


Loading...
Advertisement