ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન

17 September 2019 03:22 PM
Gondal Gujarat
  • ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજ
દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન

ગોંડલ તા.17
ગોંડલ ખાતે ખાંટ રાજપુત સમાજ કેળવણી મંડળ દ્વારા શ્રી મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તકે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા , ગોંડલના મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર ગાંધીનગર કૌશિકભાઈ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ડો. અલ્પેશભાઈ સરવૈયા, ડો. પ્રવીણભાઈ સરવૈયા, નિવૃત્ત પી.આઇ. ક્રાઈમ બ્રાન્ચ દિલીપભાઈ જી. ડાભી, આસી. પ્રોફેસર જાગૃતીબેન ભેડા, સહિતના સૌરાષ્ટ્રના આગેવાનો હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય ડો. હેતલબેન સરવૈયા, કૃણાલ મકવાણા, પાયલ દેવધરીયા, જય ચાવડા , હર્ષિત સરવૈયા, દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ દીપ પ્રાગટ્ય કરનાર જ્ઞાતિ રત્નો દ્વારા વિવિધ વર્ષોમાં બોર્ડમાં સ્થાન મેળવ્યું આ અવસરના વિશેષ સન્માનિત નયનકુમાર દેવધરીયા ઇન્ટરનેશનલ સાયકલીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા થતા આરધના પીપળીયા વર્ષ 2019 માં ધોરણ 10માં બોર્ડમાં તૃતીય સ્થાન મેળવેલ જ્ઞાતિ નું ગૌરવ વધાર્યું હતું.


Loading...
Advertisement