દેશની હોસ્પીટલોને હવે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ રેન્કીંગ અપાશે

17 September 2019 03:00 PM
Health India
  • દેશની હોસ્પીટલોને હવે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ રેન્કીંગ અપાશે

આયુષ્યમાન ભારતમાં વધુ સારી સેવા આપનાર હોસ્પીટલને વધુ મોટા પેકેજ: ગ્રામીણ ક્ષેત્ર પર ભાર

નવી દિલ્હી: દેશના ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર અને અર્ધશહેરી વિસ્તારોમાં ગરીબોને પણ યોગ્ય આરોગ્ય સેવા મળી રહે તે જોવા માટે કેન્દ્ર સરકાર હવે હોસ્પીટલોના એકેડીયેશન- (ગુણવતાના માપદંડ) હળવા કરવા જઈ રહી છે અને હવે દેશમાં હોસ્પીટલોને તેની સુવિધા તથા સેવાના માપદંડ અનુસાર ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ રેટીંગ અપાશે.
હાલ નેશનલ એકેડીયેશન બોર્ડ ફોર હોસ્પીટલા એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર દ્વારા હોસ્પીટલોને એકેડીયેશન આપવામાં આવે છે. જે મેળવવામાં પણ હોસ્પીટલોને છ થી આઠ માસનો સમય લાગે છે પણ આ દેશની ફાઈવ સ્ટાર કે તેવી કક્ષાની હોસ્પીટલોને લાગુ પડે છે. ગ્રામીણ ક્ષેત્રો તથા ટીયર વન અને ટુ સીટીમાં યોગ્ય અને સમયસરની આરોગ્ય સેવાઓ હજું પણ પ્રશ્રન્ન છે તેની હવે નાની હોસ્પીટલો પણ તેની સ્થાનિક સુવિધાના આધારે ગોલ્ડ- રેટીંગ મેળવી શકે તે જોવા સરકાર માને છે અને આયુષ્યમાન ભારત યોજનાને પણ તેની સાથે જોડવા માંગે છે.
જેનાથી ગરીબોને પણ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. સરકાર આ માટે હોસ્પીટલો માટે જે એક્રેડીયેશનની ફી છે તે પણ ઘટાડીને રૂા.10000 કરવા જઈ રહી છે. સરકાર આ માટે હોસ્પીટલોને તેની સેવાનો રેકોર્ડ રાખીને સેલ્ફ એસેસમેન્ટ કરે તે જોવા માંગે છે. આ માટે એક સરળ ફોલોઅપ પ્રક્રિયા પણ ઘડી કાઢવામાં આવી છે અને તેમાં હોસ્પીટલના તબીબી રેકોર્ડ, ફોટોગ્રાફસ દર્દીઓના મંતવ્ય વિ. ઓનલાઈન હશે. સરકાર એક માપદંડ બનાવે છે. જે મુજબ તેના રેટીંગ મળશે અને હોસ્પીટલો તેની સેવાની ગુણવતા સુધારે તે મુજબ તેને આયુષ્યમાન સુધારે તે મુજબ તેને આયુષ્યમાન ભારત હેઠળ વધુ સારા પેકેજની ઓફર કરાશે.


Loading...
Advertisement