સુરતમાં ધોધમાર વરસાદમાં આતશબાજી સાથે મોદીના જન્મદિનની ઉજવણી

17 September 2019 01:38 PM
Surat
  • સુરતમાં ધોધમાર વરસાદમાં આતશબાજી સાથે મોદીના જન્મદિનની ઉજવણી

ડાન્સની મસ્તી સાથે સુરતવાસીઓ ઉમટયા

સુરત તા.17
વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસની ઉજવણી સુરતવાસીઓએ ધોધમાર વરસાદ વચ્ચે આતશબાજી કરીને કરી હતી.
લગભગ પોણા બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ કિશોરના હાથે કેપ કાપીને વડાપ્રધાન મોદીને જન્મ દિનની શુભકામના અપાઈ હતી.
દરમ્યાન રાત્રે સવા અગીયાર વાગ્યે ધોધમાર વરસાદ પડયો હતો.
પ્રોગ્રામમાં સુરતીઓ ડાન્સ અને મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર ભારે વરસાદ છતા 8 થી 10 મીનીટ આતશબાજી કરાઈ હતી. આતશબાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા વરસતા વરસાદમાં સુરતવાસીઓ ઉમટી પડયા હતા. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.


Loading...
Advertisement