બોટ અને કાર બંનેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર

17 September 2019 01:27 PM
Technology World
  • બોટ અને કાર બંનેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર
  • બોટ અને કાર બંનેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર
  • બોટ અને કાર બંનેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર
  • બોટ અને કાર બંનેમાંથી ફલોરિડાના આ ભાઇએ બનાવી છે બોટ-કાર

કંઇક અળવીતરૂ કરવાના શોખીન એવા અમેરીકાના ફલોરિડામાં રહેતા ગેરી મૂરે નામના ભાઇએ એક જૂની બોટનું બહારનું આવરણ અને એક એસયુવી કારનું એન્જીન વાપરીને એક વિચિત્ર કાર તૈયાર કરી છે. ફોર્ડ એકસપીડિશન એસયુવીનો નીચેનો ભાગ અને બંધ પડી ગયેલી બોટનો ઉપરનો ભાગ મિકસ કરીને ગેરીએ એવી કાર તૈયાર કરી છે જેને લીગલી રોડ પર લઇને ફરી શકાય. કારમાં હેડલાઇટસ છે ટેઇલ લાઇટસ છે, ટર્ન સિગ્નલ્સ અને હોર્ન છે. આમ તો બોટની જેમ એ ઓપન જ ચલાવવાની હોય છે પણ જો વરસાદ આવતો હોય તો માથે ક્ધવર્ટીબલ છાપરૂ લગાવી શકાય એવી વ્યવસ્થા પણ છે. ગયા અઠવાડીયાથી ગેરીભાઇ તેમનાં પત્ની અને બાળકને લઇને બોટ-કારમાં ફરે છે અને શહેરભરમાં જોણુ ઉભુ થયું છે.

Loading...
Advertisement