માયાવતીને ઝટકો: રાજસ્થાનમાં બસપાના બધા જ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

17 September 2019 01:20 PM
India Politics
  • માયાવતીને ઝટકો: રાજસ્થાનમાં બસપાના બધા જ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

અમારા ક્ષેત્રનાં વિકાસના બારામાં વિચારીને અમે આ પગલુ ભર્યું છે: ધારાસભ્યોની પ્રતિક્રિયા

નવી દિલ્હી તા.17
રાજસ્થાનમાં માયાવતીને ખુદ તેની પાર્ટીનાં ધારાસભ્યોએ જ ઝટકો આપ્યો છે. રાજયમાં બહુજન સમાજ પાર્ટીનાં બધા જ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.અથવા તો એમ કહીએ કે બસપાનો કોંગ્રેસમાં વિલય થઈ ગયો છે.
સોમવારે રાત્રે આ ઘટનાની પુષ્ટિ થઈ હતી. કોંગ્રેસમાં સામેલ એક ધારાસભ્યે જણાવ્યું હતું કે તેમણે આવુ પોત પોતાના ક્ષેત્રનાં વિકાસ માટે આવુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બધા જ ધારાસભ્યો અત્યાર સુધી બહારથી કોંગ્રેસને ટેકો આપી રહ્યા હતા. કોંગ્રેસમાં સામેલ બસપાનાં ધારાસભ્ય જોગીન્દરસિંહે જણાવ્યું હતું કે અહી અમારી સામે અનેક પરેશાનીઓ છે એક બાજુ અમે તેની (કોંગ્રેસની) સરકારને સમર્થન કરી રહ્યા છીએ. જયારે બીજી બાજુ તેની સામે ચૂંટણી લડી રહ્યા છીએ,આ સ્થિતિમાં અમારા ક્ષેત્રનાં વિકાસના બારામાં વિચારીને, અમારા લોકોનાં ભલા માટે આ પગલૂ ભર્યું છે.
બહુજન સમાજ પાર્ટીનાં બધાજ 6 ધારાસભ્યોએ રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષને આ બારામાં પત્ર પણ સોંપ્યો હતો.
કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર ગુણ (ઉદયપરવાટી) જોગેન્દ્રસિંહ અવાના (નિદબઈ), વાજીબઅલી (નગર) લાખનસિંહ મીણા (કરોલી), સંદીપ યાદવ (તિજારા), દીપચંદ ખેરીયાનો સમાવેશ થાય છે.
બસપા ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયથી પ્રદેશની અશોક ગેહલોત સરકાર વધુ મજબૂત અને સ્થિર બનશે. રાજયોમાં 2009 માં પણ ગેહલોતનાં પ્રથમ કાર્યકાળમાં બીએસપીનાં બધા જ 6 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો પકડયો હતો અને તત્કાલીન કોંગ્રેસ સરકારને સ્થિર બનાવી હતી.


Loading...
Advertisement