પેટ્રોલ-ડીઝલમાં ઝટકા શરૂ: ભાવ વધવા લાગ્યા

17 September 2019 01:07 PM
Business India
  • પેટ્રોલ-ડીઝલમાં ઝટકા શરૂ: ભાવ વધવા લાગ્યા

વૈશ્ર્વિક તેજીની અસર વચ્ચે પેટ્રોલમાં 14 પૈસા તથા ડિઝલમાં 16 પૈસાનો ભાવ વધારો

રાજકોટ તા.17
સાઉદી અરેબીયામાં વિશ્ર્વનાં સૌથી મોટા તેલક્ષેત્ર પર ડ્રોન હુમલાને પગલે સપ્લાય પર સંકટ સર્જાતા વિશ્ર્વબજારમાં ક્રુડ તેલનાં ભાવ સળગ્યા છે અને તેની અસર હેઠળ ઘર આંગણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા રૂપી ઝટકા શરૂ થઈ ગયા હોય તેમ આજે 14 થી 16 પૈસા વધ્યા છે.
આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ તેલમાં સોમવારે ધરખમ ભાવ વધારો થયો હતો. ડ્રોન હુમલાને કારણે વિશ્ર્વનાં સૌથી મોટા તેલક્ષેત્રમાંથી ક્રુડની સપ્લાયને મોટો ફટકો રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. આવતા દિવસોમાં ક્રુડતેલ વધુ વધવાના તથા તેની અસરે ભારતમાં રીટેઈલ માર્કેટમાં પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના ભણકારા છે.
પેટ્રોલ પંપ વિક્રેતાઓએ કહ્યું કે ક્રુડતેલની તેજીના ઝટકા લાગવાનું શરૂ થઈ ગયુ હોય તેમ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 69.45 તથા ડીઝલનો ભાવ 16 પૈસા વધીને 68.49 હતો.
વિશ્ર્વસ્તરે ઘણા વખતથી ક્રુડતેલ સ્થિર થઈ ગયુ હતું.વૈશ્ર્વીક મંદીને કારણે આવતા મહિનાઓમાં વપરાશમાં કાપ આવવાની અને તેની અસરે ભાવો ઘટવાની અટકળો વ્યકત થતી હતી. તેનાથી વિપરીત હવે મોટી તેજીની આશંકા વ્યકત થવા લાગી છે.
સાઉદી અરેબીયાએ ભારતને ક્રુડની સપ્લાયની આયાત વિશે કોઈ ચિંતા નહિં કરવાની બાહેંધરી આપી છે. પરંતુ આંતર રાષ્ટ્રીય સ્તરે જ ભાવ વધતા રહે તો શું? તેવો સવાલ ઉઠયા વિના રહેતો નથી. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં કોઈ મોટો બદલાવ થયો નથી. જયારે તે વિશે પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. સુત્રોના કહેવા પ્રમાણે સરકાર આર્થિક મંદીનો પડકાર સહન કરી રહી છે. કર વસુલાતમાં ઘટાડાની સાથોસાથ અનેક ઉદ્યોગકારોને રાહત પેકેજો આપવામાં આવી રહ્યા છે. પરીણામે અર્થતંત્રની અસર સામે આવી રહી છે પેટ્રોલ-ડીઝલ મોઘા થવાના સંજોગોમાં મોંઘવારી સહીતના અનેક નવા પડકારો પણ ઉભા થઈ શકે છે.


Loading...
Advertisement