મંદીની આરોગ્ય પર અસર: એકઝીકયુટીવથી લઈ વેપારીઓ તનાવનો શિકાર

17 September 2019 11:07 AM
Health India
  • મંદીની આરોગ્ય પર અસર: એકઝીકયુટીવથી લઈ વેપારીઓ તનાવનો શિકાર

દેશની ટોચની કંપનીઓના મેડીકલ બિલ 16% વધી ગયા: ખાનગી ક્ષેત્રની કંપનીઓના ટોચના અધિકારીઓને ઘટતા વેચાણ અને ટાર્ગેટ વચ્ચે ગેપ પુરવાની ચિંતા : ઓટોમોબાઈલ, ટેલીકોમ, રીયલ એસ્ટેટ, ફાયનાન્સીયલ સર્વિસમાં નોકરી જવાની ચિંતા: નાના વેપારીઓ પણ તનાવના શિકાર: કુટુંબ જીવન પર અસર પડે છે

નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદીએ હવે ટોચની કંપનીઓના એકઝીકયુટીવથી લઈને સામાન્ય વેપારીના સ્વાસ્થ્ય પર પણ અસર કરવા લાગી છે અને એક તરફ કાર્ડીયોલોજીકલ પાસે બીપીના દર્દીઓ વધી ગયા છે તો મનોચીકીત્સક પાસે તનાવ-નિરાશાથી ઘેરાયેલા લોકો ઈલાજ માટે આવી રહ્યા છે. કંપનીઓના એકઝીકયુટીવની ચિંતા ઘટતા વેચાણ અને કંપનીઓ દ્વારા અપાતા ટાર્ગેટ વચ્ચેનો ગેસ કેમ પુરવો તેની છે તો અને અનેકને આ સ્થિતિ વચ્ચે ‘ફાયર’ થવાની નોકરી જવાનો પણ તનાવ છે. કોસ્મોચ ઈન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ બીહેવીયરલ સાયન્સના રીપોર્ટ મુજબ સીમીયર એકઝીકયુટીવ માટે કંપનીને કેમ તરતી રાખવી તે સૌથી મોટી માનસિક ચિંતા છે અને તેની અસર તેમના સ્વાસ્થ્ય પર ત્રણ ગણી વધી ગઈ છે. જે કંપનીઓ તેના કર્મચારીઓને આ પ્રકારના આરોગ્યની ચિંતા કરવા માટે મેડીકલ સહાય આપે છે. તેના દિવસમાં 16% નો વધારો થયો છે. આ ઉપરાંત સ્વરોજગારમાં સામેલ લોકોને પણ સાંજ થયે તેનો ઘટતો વકરો ચિંતાનો વિષય બની ગયો છે અને તેની અસર પારિવારિક જીવન પર પણ પડી રહી છે. પતિ-પત્ની બન્ને નોકરી કરતા હોય કે પછી એક જ વ્યાપાર પર કુટુંબ નભતુ હોય ત્યાં એકબીજા પ્રત્યે તનાવ સર્જાવાના જોખમ વધ્યા છે.
ઓટોમોબાઈલ, ટેલીકોમ, રીયલ એસ્ટેટ ફાયનાન્સ સર્વિસમાં કામ કરતા લોકોને નોકરી જવાનું જોખમ સૌથી વધુ છે.
તેઓની કંપની પાસે સારો દેખાવ કરતી નથી તેની ઉપરથી સર્જાતુ દબાણ હવે નાના કર્મચારીઓ સુધી પહોંચી ગયું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ મુજબ ભારતમાં હાલ 5.6 કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર બનીને તબીબ પાસે જાય છે પણ જેમાં ડિપ્રેશનને છુપાવવા પ્રયાસ કરે છે તે સંખ્યા અનેકગણી વધુ છે.


Loading...
Advertisement