PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ભવ્ય સ્વાગત કરાયુ

17 September 2019 09:48 AM
Ahmedabad Gujarat Politics
  • PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ભવ્ય સ્વાગત કરાયુ
  • PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ભવ્ય સ્વાગત કરાયુ

મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખે એરપોર્ટ પર PMને આવકાર્ય તેની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારની મોડી રાત્રે ૧૧ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાનનું શાનદાર રીતે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી એટલે કે 138 .68મીટર એ ભરી દેવાયો છે જેને પગલે ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે.

આવતીકાલે સવારે સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર નજીક આવેલા રાયસણ ખાતે રહેતા પોતાના માતા હીરાબાને મળવા જશે તેમજ તેમના આશીર્વાદ લેશે ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે જ્યાં તેઓ મા નર્મદા મૈયાના પાણીના વધામણાં કરશે નર્મદા ડેમની અંદર તેઓ શ્રીફળ અને ચુંદડી પધરાવશે તેમજ પૂજા-અર્ચના કરશે.

સુત્રો જણાવે છે કે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓ સાથે જ્યારે પણ સમય મળશે ત્યારે બેઠક કરી લેશે અને ટ્રાફિકના નવા રુલ્સ અને તેને પગલે લોકોમાં થઇ રહેલા વિરોધને લઈને પણ તેઓનો અભિપ્રાય મેળવશે અને ત્યારબાદ જરૂરી માર્ગદર્શન આપશે.


Loading...
Advertisement