ડીજીપી શિવાનંદ ઝાનો કોલ: આજે જ થશે સાધુ વિશ્ર્વવલ્લભ કેસ પર કાર્યવાહી

16 September 2019 05:18 PM
Dharmik
  • ડીજીપી શિવાનંદ ઝાનો કોલ: આજે જ થશે સાધુ વિશ્ર્વવલ્લભ કેસ પર કાર્યવાહી

સાધુ વિશ્વ વલ્લભદાસની ટિપ્પણી મામલે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં દલિત સમાજ પોલીસ કમિશનરને મળ્યા બાદ ડીજીપી શિવાનંદ ઝાને મળ્યુ હતું.
ડીજીપીએ કહ્યું કે સાધુ વિશ્વવલ્લભ કેસ પર આજે જ કાર્યવાહી થશે.
આ પહેલા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, મારી ધારણા પ્રમાણે ગુનો દાખલ થશે પણ હવે તે ડીજી નક્કી કરશે.
મહત્વપૂર્ણ છે કે સાધુ વિશ્વ વલ્લભદાસની ટિપ્પણી મામલે દલિત સમાજ રસ્તા પર ઉતર્યો હતો. સાધુ વિશ્વ વલ્લભ સામે ફરિયાદ નોંધાવવા અમદાવાદ કલેક્ટર કચેરીએથી દલિત સમાજે અમદાવાદ કમિશનર કચેરી સુધી રેલી કાઢી હતી.
આ દરમિયાન સાધુ વિશ્વવલ્લભ સામે હજુ સુધી ફરિયાદ નોંધવામાં ના આવતા દલિત સમાજ વિફર્યો હતો અને નરેન્દ્ર મોદી ગો બેકના નારા લગાવ્યા હતા.


Loading...
Advertisement