માતાના મઢે(કચ્છ) જતાં પદયાત્રીઓ માટે માળીયા(મીં)ના સોનગઢ ગામે સેવા કેમ્પ

16 September 2019 04:23 PM
Morbi Dharmik
  • માતાના મઢે(કચ્છ) જતાં પદયાત્રીઓ માટે માળીયા(મીં)ના સોનગઢ ગામે સેવા કેમ્પ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16
આગામી દિવસોમાં નવલાં નોરતા આવી રહ્યા હોય દુર દુરથી પદયાત્રીઓ આશાપુરા માતાના મઢે(કચ્છ) ચાલીને આવતા હોય છે આ પગપાળા જતાં પદયાત્રીનો માટે મોરબીના માળીયા(મીં) પાસે આવેલ સોનગઢ ગામે સેવા કેમ્પનું સતત છેલ્લા 20 વર્ષથી આયોજન થાય છે. મોરબીના નવલખી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા(મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામની પાસે કેમ્પ થાય છે જેમાં કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવાનું સુંદર આયોજન મોરબીનાં ધીરૂભાઈ ડી.ચાવડા(એસબીઆઈ), કે.સી.જાડેજા(પીજીવીસીએલ),સમીર રતાભાઈ ડાંગર(નાની બરાર), રાજુભાઈ ડાંગર(મોરબી), હર્ષદભાઈ(જયોતિ મંડપ),સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર-મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિઓ ખુબ જ ઉમંગ સાથે સેવા કેમ્પમાં સેવા આપશે. સેવા કેમ્પ આગામી તા.22-9 રવિવારથી તા.28-9 શનિવાર સુધી દિવસ-રાત અવિરત ચાલુ રહેશે.આ કેમ્પમાં વિનામુલ્ય જમવાનું, ન્હાવાનું,ચા-પાણી,નાસ્તો,રાત્રી રોકાણ, આરામ અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવશે.દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement