સાવધાન, મહિલાઓને આંતરડામાં જમા ચરબી નોતરી શકે છે અનેક બિમારીઓ

16 September 2019 11:59 AM
Health Woman
  • સાવધાન, મહિલાઓને આંતરડામાં જમા ચરબી નોતરી શકે છે અનેક બિમારીઓ

અંગોમાં જમા ચરબીથી ડાયાબીટીસ ટાઈપ-2 હૃદયરોગનો હુમલો, બ્લડ પ્રેસરનો ખતરો: હોર્મોન પ્રણાલીને પણ અસર થઈ શકે છે

લંડન તા.16
અંગો પર જમા થયેલી ચરબી અનેક બિમારીઓનો ખતરો છે. છુપાયેલી ચરબીથી મહિલાઓને ટાઈપ-2 ડાયાબીટીસ અને હૃદયરોગની બિમારીઓનો ખતરો વધી રહ્યો છે.
તાજેતરમાં થયેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યુ છે કે 3,25,000 થી વધુ લોકોના આંતરડામાં ચરબી મૌજુદ હોય છે. જે પેટ પાસેના મૌજુદ અંગેનો ઘેરે છે શરીરની અંદર અંગોની પાસે મૌજુદ આ ચરબીનાં કારણે ખાસ કરીને મહિલાઓનો ટાઈપ-2 ડાયાબીટીસ, બીપી, અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
સંશોધન અનુસાર મહિલાઓના અંગો પર વધારાની એક કિલોગ્રામ ચરબી જવા થવા પર તેમનામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ખતરો સાત ગણો વધી જાય છે. જયારે પુરૂષોમાં આ ખતરો બે ગણો હોય છે. જોકે મહિલાઓ અને પુરૂષો વચ્ચે મૌજુદ આ અંતરના બારામાં કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી.
આંતરડામાં જમા ચરબીએ ડાયાબીટીસ અને હૃદયની બિમારીનુ મહત્વનું કારણ માનવામાં આવે છે. આ સંશોધનમાં એ વિગત બહાર આવી છે કે આ એક સક્રિય ચરબી હોય છે અને શરીરમાં હોર્મોનની કાર્ય પ્રણાલીને અસર કરવામાં ખતરનાક ભૂમિકા ભજવી શકે છે.
આંતરડાની ચરબી રેટીનોલ બાઈન્ડીંગ પ્રોટીન ફોર નામનું એક પ્રોટીન બનાવે છે જે ઈુસ્યુલીન્સ ફોર નામનું એક પ્રોટીન બનાવે છે જે ઈુસ્યુલીન પ્રત્યે પ્રતિરોધને પ્રોત્સાહન આપે છે. આવુ ત્યારે થાય છે.જયારે કોશીકાઓ ઈુસ્યુલીન પ્રત્યે ખરી પ્રતિક્રિયા નથી આપતી અને તેનાથી ડાયાબીટીસનો ખતરો વધી જાય છે.
પત્રિકા જર્નલ નેચર મેડીસીનમાં પ્રકાશીત સંશોધનમાં એવી વિગત બહાર આવી છે કે જે મહિલાઓનાં આંતરડામાં ચરબી ઉચ્ચ સ્તરે જોવા મળી તેમાં હાઈબ્લડ પ્રેસર, હૃદયરોગનો હુમલો, માથાના દુ:ખાવો, ટાઈપ-2 ડાયાબીટીસ, અને ઉચ્ચ રકત ચરબીનાં સ્તરનો ખતરો અધિક હતો.ચોંકાવનારી વાત એ હતી કે જે મહિલાઓનાં આંતરડામાં ચરબી મધ્યમ સ્તરે હતી તેમનામાં ઉચ્ચ સ્તર વાળાની તુલનામાં વધારે ખતરો હતો.


Loading...
Advertisement