લિપસ્ટીક-ઈનરવેર-સલૂન જેવી 54 વસ્તુઓના વેચાણના આંકડા પણ આર્થિક મંદીનો સંકેત આપવા લાગ્યા

14 September 2019 12:22 PM
Business India
  • લિપસ્ટીક-ઈનરવેર-સલૂન જેવી 54 વસ્તુઓના વેચાણના આંકડા પણ આર્થિક મંદીનો સંકેત આપવા લાગ્યા

અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કેટલીક વસ્તુઓનું વેચાણ વધે તો પણ મંદીના સંકેતરૂપ હોય છે

નવી દિલ્હી તા.14
કોઈપણ દેશમાં મંદી આવી છે કે નહીં તેની જાણકારી મેળવવા કેટલાક મોટા કારણો તો છે પરંતુ તેની સાથે કેટલાક એવા નાના કારણો પણ સામેલ છે કે જેનાથી મંદીના સંકેતો જાણવા મળે છે.
જો કોઈ કહીએ કે વેચાણ વધવું મંદીની નિશાની છે તો આપ તેને ખોટું કહેશો પણ અર્થવ્યવસ્થામાં કેટલીક એવી વસ્તુઓ છે, જેનું વેચાણ વધવાથી ખબર પડે છે કે મંદી આવી છે! કોઈ વસ્તુઓ એવી પણ છે જેના વેચાણમાં ઘટાડાથી મંદીનો સંકેત દેખાય છે. જેમકે રિયલ એસ્ટેટ, ઓટો સેકટર, બિસ્કીટ, તેલ વગેરેનું ઘણું વેચાણ તો કેટલાક એવી પણ વસ્તુઓ છે, જેનું વેચાણ મંદીનો સંકેત આપે છે.
મહીલાઓ વધારે લિપસ્ટીક ખરીદવા માંડે તો સંકેત છે કે દેશમાં મંદી આવી ગઈ છે. આ એ વાતનો સંકેત આપે છે કે જયારે મહિલા આર્થિક હાલતને લઈને આશ્ર્વસ્ત નથી થતીતો તેનું ધ્યાન કપડા અને એકસેસરીઝથી સસ્તી ચીજો પર જાય છે.
એસ.ટી. લોડરના ચેરમેન એ અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા બાદ કેટલાક મહીનામાં જોયું તે કંપનીની લિપસ્ટીકનું વેચાણ બે ગણુ થઈ ગયું હતું.
ભારતમાં ગ્રાહકો હાલના સમયે ગાડી કે ટકાઉ ઉપભોગની વસ્તુની ખરીદી ગળી રહ્યા છે પણ લિપસ્ટીક જેવી નાની વિલાસિતાનો સામાન ખરીદે છે.
મંદીમાં લોકો ડેટીંગ માટે સમય ફાળવે છે. આ પણ મંદીનો એક સંકેત છે. આમજન પોતાનું દુ:ખ દુર કરવા તેનો ઉપયોગ કરે છે. વર્ષ 2008ની મંદીમાં ચોથા ત્રિમાસિકમાં ડેટીંગ સાઈટની વ્યસ્તતા સાત વર્ષમાં સર્વાધિક હતી.
હવે એમ કહેવામાં આવે કે વાળંદ પણ દેશની આર્થિક સ્થિતિની જાણકારી આપી શકે છે તો તે તમે માનશો? સેલ્ફ મેડ બિલિયોનેર જોન પોલ દેઓરિયાનું માનીએ તો જયારે અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર હોય તો લોકો દર સવા મહીને એકવાર વાળ કપાવવા હેર સલુને જાય છે, પણ મંદીમાં આ ગેપ વધીને બે મહીના થઈ જાય છે.
તો પુરુષોના અન્ડર ગારમેન્ટસ, બાળકોના ડાયપર, કાતર વગેરેના વેચાણના આંકડા પણ મંદીનો નિર્દેશ કરે છે!


Loading...
Advertisement