અમદાવાદ: 4000ની લાંચમાં સંડોવાયેલી મહિલા તલાટીએ કર્યો આપઘાત

12 September 2019 10:05 AM
Ahmedabad Crime Saurashtra
  • અમદાવાદ: 4000ની લાંચમાં સંડોવાયેલી મહિલા તલાટીએ કર્યો આપઘાત

4 મહિના પહેલા 4000 રુપિયાની લાંચમાં ACBએ ધરપકડ કરી હતી

અમદાવાદ: શહેરના(Ahmedabad) નારોલ (Narol) વિસ્તારમાં શીતલ વેગડા (Sheetal Vegda) નામની તલાટી (Talati) મહિલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide)કરી લેતા ચકચાર મચી છે. નારોલ પોલીસે અકસ્માતે મોત નોધી તપાસ શરૂ કરી છે.
Image result for woman-talati-suicide ahmedabad
પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું નારોલ શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતી શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતી હતી. શીતલ વેગડા સામે 14 મે 2019ના રોજ વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા બદલ 4000 રુપિયાની લાંચની એસીબીની ટ્રેપ થઈ હતી. જેમાં એસીબીએ તેની ધરપકડ કરી હતી. લાંચ લેવાનો આરોપ લાગતા મનમાં માઠું લાગી આવ્યું હતું. જેને પગલે બુધવારે બપોરના સુમારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
Image result for woman-talati-suicide ahmedabad
પોલીસને શીતલ વેગડાની સુસાઇડ નોટ પણ મળી આવી છે જેના આધારે નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ.જાધવે જણાવ્યું હતુ કે શીતલ વેગડાના ઉપર ગત મે મહિનામાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો જેના કારણે તે માનસિક તણાવમાં રહેતી હતી. જેનો ઉલ્લેખ તેણે સ્યુસાઈડ નોટમાં કર્યો છે. તેમના પતિ તુષાર વેગડા જે પોસ્ટ ખાતામા ફરજ બજાવે છે તે ઘરે હાજર ન હતા તે દરમિયાન તેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનું પગલુ ભર્યુ હતું. હાલમાં પોલીસે ગુનો નોધી સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement