ગીર સોમનાથ જીલ્લામાં 7મી આર્થિક ગણતરીની તૈયારી માટે કલેકટરના અઘ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ

11 September 2019 04:56 PM
Veraval
  • ગીર સોમનાથ જીલ્લામાં 7મી આર્થિક ગણતરીની તૈયારી માટે કલેકટરના અઘ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ

પ્રભાસપાટણ, તા. 11
પાંચ વર્ષે ભારત સરકાર દ્વારા દેશનું આર્થિક ચિત્ર નક્કી કરવા તેમજ આ સેક્ટરમાં પોલીસી ઘડવામાં દિશા નિર્દેશ મળી રહે તે માટે આર્થિક ગણતરી કરવામાં આવે છે. ચાલુ માસમાં આ આર્થિક ગણતરી થવાની છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના અધ્યક્ષ સ્થાને સાતમી આર્થિક ગણતરીની જિલ્લા સ્તરની સંકલન સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લાના વેપારી એસોસિયેશન અને ચેમ્બરો કોમર્સના તાલુકાઓના અગ્રણીઓને વેપારીઓ ગણતરી દારોને સહકાર આપે અને આ માહિતી કોઈને આપવામાં આવશે નહીં અને તેની ગોપનીયતા જળવાશે અને તેના આધારે કોઈ અન્ય તપાસો પણ થશે નહીં. માત્ર આંકડાકીય માહિતી મેળવી તેનું પૃથ્થકરણ કરી આંકડા એકઠા કરવામાં આવશે.
આ મિટિંગમાં તાલાલા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી શ્રી માંડવીયા ભાઈ અને શ્રી તન્ના ભાઈએ તાલાલાના વેપારીઓને આ બાબતે જાણ કરી જાગૃત કરી આ ગણતરીમાં સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


Loading...
Advertisement