ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભમાં 1.રર લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન

11 September 2019 04:54 PM
Veraval
  • ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભમાં 1.રર લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન

આરોગ્ય વિભાગ દ્વારા દવાયુકત મચ્છરદાનીનું વિતરણ

વેરાવળ, તા. 11
ખેલ મહાકુંભમાં ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર છે. ગીર સોમનાથ જિલ્લામાં 122285 ખેલાડીઓએ તેમનું ખેલ મહાકુંભની જુદી-જુદી સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા રમતગમત કચેરીના અથાગ પ્રયત્નોથી વધુમાંવધુ ખેલાડીઓના રજીસ્ટ્રેશન થતા રજીસ્ટ્રેશનની કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લા ખેલ મહાકુંભમાં ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં અગ્રેસર રહેતા કલેકટર અજયપ્રકાશ અને અધિક કલેકટર એચ.આર.મોદીએ ખેલાડીઓને બિરદાવ્યા હતા.
ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગે મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો પર કાબુ મેળવવાં માટે પ્રોજેક્ટ નિરામયાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરનાં હસ્તે તાલાળા ખાતે લેઉવા પટેલ સમાજની વાડીએથી કર્યો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં 6400 સર્ગભા બહેનોને જંતુનાશક દવાયુક્ત મચ્છદાની વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેલેરિયા અધિકારી ડો.નિમાવત, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પઢીયાર સહિતના તબીબો, આરોગ્ય શાખાના કર્મચારીઓ અને મોટી સંખ્યામા સર્ગભા બહેનો સહભાગી થઈ હતી.
લોકડાયરા
ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાના બે-બે ગામોમાં બાળ સુરક્ષા એકમ દ્રારા આઇ.સી.પી.એસ. યોજનાઓ, બાળ લગ્ન સામાજીક દુષણ, બાળ મજુરી, બાળ અધિકારો વગેરે લોક ડાયરાના માધ્યમથી પ્રચાર-પ્રસારનું આયોજન કરવામાં આવેલ જેમાં ડાભોર, આંબાળા, સીલોજ, ડારી, વડનગર, વીરપુર, દેવલપુર, મોટાડેસર, લાટી, જશાધાર, કદવાર ગામે લોકડાયરા યોજાયા હતા.


Loading...
Advertisement