જુનાગઢ સોનાપુરી ખાતે એકત્ર થયેલા માનવ અસ્થિઓનું હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરાશે

11 September 2019 04:40 PM
Junagadh
  • જુનાગઢ સોનાપુરી ખાતે એકત્ર થયેલા માનવ અસ્થિઓનું હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરાશે

કાલથી 3 દિવસ આઝાદ ચોકમાં જાહેર દર્શન બાદ અસ્થિ રવાના

જુનાગઢ તા.11
જુનાગઢ સોનાપુરી ખાતે માનવીનો અંતિમ સંસ્કાર કર્યા બાદ તેમના અસ્થિ (હાડકા)ઓને જુનાગઢ સોનાપુરીમાં રાખેલ કુંભમાં એકત્ર કરવામાં આવે છે જેઓના પરિવારજનો મા ગંગા નદીમાં અસ્થિ લઈને જઈ ન શકતા પરિવારજનો માટે જુનાગઢ સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્ર મશરૂ દ્વારા આવા દીગ્ગજ આત્માઓના અસ્થિઓ એક વર્ષમાં એકઠા થયેલા 8500 અસ્થિઓનું વિસર્જન કરવા માટે હરિદ્વાર ગંગાજી ખાતે આગામી 16 સપ્ટેમ્બરના વિસર્જન કરવામાં આવશે તે પહેલા આજે તા.11થી ત્રણ દિવસ જાહેર દર્શન માટે આઝાદ ચોક રેડક્રોસ સોસાયટી પાછળ સંવાદ કોમ્પલેક્ષ ખાતે રાખવ9માં આવશે. ત્યાંથી મહેન્દ્ર મશરૂ, મનપાના દિપકભાઈ રૂપારેલીયા, સર્વોદયના સ્વયંસેવકો હરિદ્વાર જશે. જયાં તા.16ના ભાગવતાચાર્ય કેતનભાઈ પેરાણી, આનંદભાઈ પેરાણી વિધીવત રીતે ગંગા નદીમાં અસ્થિનું વિસર્જન કરશે.


Loading...
Advertisement