જૂનાગઢમાં સુભાષ એકેડેમીના આદ્યસ્થાપક પેથલજીભાઈ ચાવડાની 90મી જન્મ જયંતી ઉજવાશે

11 September 2019 04:21 PM
Bhavnagar
  • જૂનાગઢમાં સુભાષ એકેડેમીના આદ્યસ્થાપક પેથલજીભાઈ ચાવડાની 90મી જન્મ જયંતી ઉજવાશે

હાસ્યરસ કાર્યક્રમ અને રકતદાન શિબીર યોજાશે: મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના મહાનુભાવો હાજરી આપશે

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.11
સૌરાષ્ટ્રના અગઅણી કેળવણીકાર, સમાજ શિલ્પી અને ડો. સુભાષ એકેડેમી જુનાગઢના આદ્યસ્થાપક પેથલજીભાઈ ચાવડાની 90મી જન્મજયંતીની જુનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
તેમજ ડો. સુભાષ આર્ય ક્ધયા છાત્રાલય જુનાગઢના 39માં સ્થાપનાદિન તેમજ ધીરૂભાઈ ગોહેલ મેયર જુનાગઢ કોર્પોરેશનના સન્માન નીમીતે જુનાગઢ ખાતે ડો. સુભાષ એકેડેમી સેવાકીય શૈક્ષણીક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમ પ્રસંગે તા.15ને રવિવારે રકતદાન શિબિર યોજાશે જેનું ઉદઘાટન સૌરભ પારધી (કલેકટર)ના હસ્તે કરશે. તેમજ તા.15/9ને સાંજે 5 કલાકે સાંજના કાર્યક્રમનું ઉદઘાટન ભુપેન્દ્રસિંહ ચુડાસમા (કેબીનેટ મંત્રી)ના હસ્તે કરાશે.
આ કાર્યકમના અધ્યક્ષ સ્થાને સ્વામી ધર્મબંધુજી જયારે અતિથિવિશેષ તરીકે તુષાર સુમેરા (કમિશ્ર્નર જુનાગઢ) તેમજ ડીડીઓ પ્રવીણભાઈ ચૌધરી અને સૌરભસિંઘ (જુનાગઢ) તેમજ જીલ્લા અધિક્ષક આઈ.વી. ચૌધરી સહીતના હાજર રહેશે.
આ તકે તા.15/9ને રાત્રે 9 કલાકે હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની કલા પીરસશે. આ કાર્યક્રમ ડો. સુભાષ એકેડેમી ખામધ્રોલ ફાટક પાસે યોજાશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ડો. સુભાષ એકેડેમી પરીવાર અને જવાહરભાઈ ચાવડાની યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement