માળિયા તાલુકામાં સાયકલ યાત્રાનું દેવા સોલ્ટ- એરાકોન કંપની દ્વારા સ્વાગત

11 September 2019 03:58 PM
Morbi
  • માળિયા તાલુકામાં સાયકલ યાત્રાનું દેવા સોલ્ટ- એરાકોન કંપની દ્વારા સ્વાગત

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર થી તેમના અંતિમ સ્થળ એટલે કે દિલ્હીના રાજઘાટ સુધી બીએસએફ, સીઆરપીએફ સહિતના જવાનો દ્વારા સાયકલ રેલીનું આયોજન કર્યું છે અને આ યાત્રા દરમ્યાન સ્વચ્છતા, અહિંસા પરમો ધર્મ, સહિતના ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોચાડવામાં આવશે અને ખાસ કરીને તાજેતરમાં દેશના વડાપ્રધાને ફીટ ઇન્ડિયાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે તેને પણ ધ્યાનમાં રાખીને આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરથી નીકળેલી આ યાત્રા ગઈકાલે મોરબી જીલ્લામાં પહોચી હતી અને મોરબીથી યાત્રા કચ્છ તરફ રવાન થઇ હતી ત્યારે સવારે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર સહિતના હાજર રહ્યા હતા અને લીલીઝંડી આપી હતી ત્યાર બાદ જુદાજુદા ગામના લોકો દ્વારા રસ્તામાં ઉભા રહીને જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું માળિયા નજીક આવેલ એરાકોન માઈક્રોન પ્રા.લી.ના જીગરભાઈ પટેલ તેમજ દેવા સોલ્ટ કંપની ખાતે ડી.એન.ઝાલા, હિરેનસિંહ ઝાલા, મેનેજર કોટેચાભાઈ, માળીયાના પીએસઆઈ જે.ડી.ઝાલા તેમજ ટ્રાફિક પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ અને આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જવાનોની યાત્રાને આવકારવામાં આવી હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement