કેશોદ સીંગદાણાના વેપારી સાથે ગાંધીધામની પેઢીનો વિશ્ર્વાસઘાત: 21.62 લાખનો ધુંબો માર્યો

11 September 2019 03:55 PM
Surendaranagar
  • કેશોદ સીંગદાણાના વેપારી સાથે ગાંધીધામની પેઢીનો વિશ્ર્વાસઘાત: 21.62 લાખનો ધુંબો માર્યો

સીંગદાણા, ચણા, મગની અલગ અલગ સમયે ખરીદી કરી પૈસા ચુકવવામાં ગલ્લા તલ્લા: 4 સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા.11
કેશોદ ખાતે રહેતા વેપારીઓ પાસેથી જુદા જુદા સમયે ગાંધીધામની શ્રીનાથજી ટ્રેડર્સ પેઢીના માલીક તેના બે ભાગીદારો અન્યએ મળી કુલ ચાર શખ્સેએ કુલ 21,62,799નો ધુમ્બો માર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે વિશ્ર્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધી પીએસઆઈ એચ.ડી. વાઢેરે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ કેશોદમાં જુનાગઢ રોડ પર શાસ્ત્રીનગર-2 સોની સમાજની ગલીમાં રહેતા ડાંગર પ્રવિણભાઈ હમીરભાઈએ ગઈકાલે કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.26-6-19થી તા.6-7-19 દરમ્યાન ગાંધીધામની શ્રીનાથજી ટ્રેડર્સ નામની પેઢીના માલીક તથા તેમના ભાગીદારોએ વેપાર કરવાનો વિશ્ર્વાસ આપી ચાર જણાઓએ મળી એકબીજાને મદદગારી કરી પ્રવિણભાઈ હમીરભાઈ ડાંગર પાસેથી સીગદાણાનો જથ્થો 12000 કિલો કિંમત રૂા.8,82,000 સાહેદ ચુનીલાલ એન્ડ બ્રધર્સના માલીક પાસેથી 9 હજાર કિલો સીંગદાણાનો જથ્થો રૂા.6,61,000 સાહેદ નારાયણ ગૃહ ઉદ્યોગના માલીક પાસેથી 5000 કિલો સીંગદાણા રૂા.3,71,175, સાહેદ ઈશ્ર્વર ટ્રેડીંગ કાું.ના માલીક પાસેથી 3850 કિલો ચણાનો જથ્થો રૂા.1,68,437 તથા સાહેદ સહજાનંદ ટ્રેડીંગ કાું.ના માલીક પાસેથી 100 કિલો મગનો જથ્થો રૂા.79,687નો અલગ અલગ તારીખે ખરીદ કરી માલ મંગાવી કુલ રૂા.21,62,799નુ આજ દિન સુધી પેમેન્ટ ન કરી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કર્યાની ગઈકાલે કેશોદ પેલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એચ.ડી. વાઢેરે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement