હવે વરસાદમાં રાહત: આવતીકાલથી સૌરાષ્ટ્રમાં માત્રા અને વિસ્તાર ઘટશે

11 September 2019 03:52 PM
Gujarat Saurashtra
  • હવે વરસાદમાં રાહત: આવતીકાલથી સૌરાષ્ટ્રમાં માત્રા અને વિસ્તાર ઘટશે

ગુજરાત ઐને સૌરાષ્ટ્ર પર ટ્રફ છે: મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સિસ્ટમ : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: મધ્યપ્રદેશની સિસ્ટમને કારણે ગુજરાત બાજુ અમુક દિવસોમાં હજુ વરસાદ વરસતો રહેશે

રાજકોટ તા.11
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ પખવાડીયાથી એકધારા વરસાદ તથા વરસાદી માહોલમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્રને આવતીકાલથી રાહત મળવા લાગશે. વરસાદની માત્રા તથા વિસ્તાર ઘટવા લાગશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત તથા પાડોશી રાજય પર હતું. ચોમાસુ સીસ્ટમ છે છતાં ખાસ કરીને સૌરાષ્ટ્રને રાહત થવા લાગશે. વિવિધ સીસ્ટમો પર નજર કરવામાં આવે તો ઉતર મધ્યપ્રદેશ તથા તેને લાગુ ઉતરપ્રદેશ પર લો-પ્રેસર છે અને તેને આનુસાંગીક અપર હેર સાયકલોનીક સરકયુલેશન 4.50 કીમીની ઉંચાઈએ છે.
ચોમાસુ ધરી હાલમાં બિકાનેર, જયપુરથી મધ્યપ્રદેશના લો-પ્રેશર સેન્ટર થઈને જમશેદપુર, ઉતરપુર્વ બંગાળની ખાડી સુધી પહોંચે છે.
અન્ય એક અપર હેર સાયકલોનીક સરકયુલેશન પશ્ર્ચીમ બંગાળના કિનારા નજીક 3.1 કીમીના લેવલ પર કેન્દ્રીત છે. આ ઉપરાંત બીજુ અપર એર સાયકલોનીક સરકયુલેશન અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ-પશ્ર્ચિમે 1.50થી3.1 કિલોમીટરના લેવલ પર છે.
મધ્યપ્રદેશના અપર એર સાયકલોનીક સરકયુલેશન આધારીત ટ્રફ ગુજરાત રીજીયન સુધી લંબાય છે. તેવી જ રીતે અરબી સમુદ્રના યુએસી આધારીત ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય છે. આ બન્ને ટ્રફ ગુજરાતમાં ભેગા થાય છે. ગઈકાલે ઈસ્ટવેસ્ટ શીયરઝોન હતું તે બ્હોળુ સરકયુલેશન રૂપે છે.
આવતા ચોવીસ કલાકમાં પશ્ર્ચિમ બંગાળનું અપર એર સરકયુલેશન મધ્યપ્રદેશના યુએસી સાથે ભળી જશે. આ સીસ્ટમ મધ્યપ્રદેશના દક્ષિણે આવશે અને ચાર-પાંચ દિવસ રહે તેમ હોવાથી મધ્યપ્રદેશમાં હજુ ભારે વરસાદ થવાની શકયતા છે.
તેઓએ કહ્યું કે આજે હજુ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી પટ્ટીમાં વરસાદનું જોર રહ્યું છે. આજે હજુ વરસાદી માહોલ જળવાઈ રહેશે. પરંતુ આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા અને વિસ્તાર ઘટશે.
ગુજરાતમાં જો કે, મધ્યપ્રદેશની અપર એર સાયકલોનીક સીસ્ટમની અસરથી અમુક દિવસોમાં વરસાદ વરસતો રહેશે.
તા.11થી16 સપ્ટેમ્બરના સમયગાળા માટે આગાહી કરતા તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં કાલથી વરસાદનું જોર ઘટશે અને અમુક દિવસોમાં ઝાપટા કે હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે. સીમીત વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતના જીલ્લાઓમાં ખાસ કરીને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસોમાં મધ્યમ-ભારે વરસાદ થશે. અમુક સીમીત વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે જે મધ્યપ્રદેશની સીસ્ટમના પ્રભાવ હેઠળ હશે.


Loading...
Advertisement