પાટડીના બજાણા ગામે તબીબ પર છરી વડે હુમલો કરી ચેઇનની લૂંટ

11 September 2019 03:39 PM
Surendaranagar
  • પાટડીના બજાણા ગામે તબીબ પર
છરી વડે હુમલો કરી ચેઇનની લૂંટ

મધરાત્રે ત્રાટકેલા ત્રણ લૂંટારાના હુમલામાં તબીબના આંગળા કપાયા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.11
પાટડીના બજાણા ગામે ત્રાટકેલા લૂંટારાએ તબીબના ઘરમાં ત્રાટકી પ્રતિકાર કરતા ડોકટર ઉપર છરી વડે હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવી નાશી છુટયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા ત્રણેય લૂંટારાના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામે મધરાત્રીના મકાનનો દરવાજો ખટખટાવી અને ત્રણ શખ્સો લૂંટ ચલાવવાના પ્લાન બનાવી અને ડોકટરના ઘરમાં હજુ ઘુસે એ પહેલા જ લૂંટારૂઓ ત્રણ શખ્સો સાથે ડોકટર દ્વારા ઝપાઝપી કરવામાં આવી ત્યારે ઝપાઝપી દરમ્યાનમાં લૂંટારૂ છરી કાઢી મારવા જતા ડોકટરે છરી પકડી લેતા આ ઘટનામાં ડોકટરની આંગળીઓ કપાઇ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. જયારે ડોકટરે પહેરેલા ચેનની પણ લૂંટ કરી ત્રણ લૂંટારૂ પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાટડી તાલુકાના બજાણા ગામે છેલ્લા ઘણા જ વર્ષોથી ખાનગી ડોકટરની પ્રેકટીસ કરતા સુજન બિકવાસ પોતાના પરિવારજનોના સાથે ઘરે સુઇ રહ્યા હતા. ત્યારે મધરાત્રીના સમયે ઘરનું બારણુ ખટખટાવતા ત્યારે ડોકટરે બારણુ ખોલ્યુ અને દર્દીઓ સમજયા ત્યાં જ ડોકટર ઉપર હુમલો કરી ઘરમાં પ્રવેશવા કોશીષ કરેલ અને છરી વડે હુમલો કરાતા બાદ ચેન લૂંટી પલાયન થયેલા લૂંટારૂના સીસીટીવી ફૂટેજ આવી જતા બજાણા પોલીસે તપાસ શરૂ કરેલ છે.


Loading...
Advertisement