ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા

11 September 2019 03:34 PM
Surendaranagar
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા
  • ઝાલાવાડમાં આસ્થાભેર મહોર્રમ પર્વની ઉજવણી : તાજીયાના વિશાળ ઝુલુસ નીકળ્યા

યા હુસેનના નારા સાથે શહિદે કરબલાની યાદમાં વઢવાણમાંથી ઝુલ્ફીકાર સાથે જિલ્લાભરમાં નીકળ્યા તાજીયાના ઝુલુસ : વાએઝ, તકરીર, આમ ન્યાઝમાં કોમી એકતાના થયા દર્શન

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગર વઢવાણ માં મોહરમ ની ઉજવણી : જિલ્લા માં કલાત્મક તાજીયા નો અનેરો નઝારો જોવા મળ્યો હતો. જિલ્લા ની શેરી ગલીઓ માં યા હુસેન ના નારા : ઠેર ઠેર નિયાઝ નું આયોજન કરાયું હતું.
જિલ્લા માં મોહરમ દરમિયાન સાંતી જાળવવા માટે મુસ્લિમ બિરાદરો નું સન્માન : કોમી એકતા નું અનેરું ઉદાહરણ બન્યા વઢવાણ ના તાજીયા બન્યા હતા.
ઇસ્લામ ધર્મમાં મોહરમ એ ગમ નો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી.
પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. આજથી લગભગ 1400 વર્ષ પહેલાની વાત છે સન 61 હિઝરીના મોહરમનો મહિનો હતો.. જ્યારે મોહમ્મદ સ.અ.વ ના દૌહિત્ર (નવાસા) ઈમામ હુસૈનને તેમના 72 સાથીયો સાથે ખૂબ જ નિર્દયતાપૂર્વક કર્બલા ઈરાકના બયાબાનમાં જુલમી યજીદી ફૌજે શહીદ કર્યા હતા.
સમગ્ર દુનિયા ના મુસલમાન આ બાબતે ગમ દર્શાવી અને મોહરમ ની ઉજવણી કરે છે. સમગ્ર વિશ્વ ની સાથે ગુજરાત માં પણ મોહરમ ની ઉલ્લાસ ભેર ઉજવણી કરવા માં આવે છે.તેમાંય તે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ વાંકાનેર અને સુરત માં ઓરીજીનલ એ યુધ્ધ ના સમયે વપરાયેલ શાસ્ત્રો હજુ પણ વર્ષો બાદ પણ મોજુદ છે. આ સમગ્ર ગુજરાત ના ત્રણ શહેરો મા જ જુલ્ફીકાર સાથે મોહરમ ની ઉજવણી કરવા માં આવે છે... વઢવાણ મા અને સુરેન્દ્રનગર મા તાજીયા ની ઉજવણી મા મોટી સંખ્યા મા મુસ્લિમ અને હિન્દુ બને જોડાયા હતા અને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુરેન્દ્રનગર મા અલગ અલગ વિસ્તાર માંથી કલાત્મક તાજીયા નીકળ્યા હતા અને વઢવાણ મા જૂલ્ફિકાર અને તાજીયા બને નું આયોજન કરવામાં આવ્યું હતુ.
હાલ મુસ્લિમ સમાજ નો ગમ નો તેેવાર એટલે કે મોહરમ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જીલ્લા ના વઢવાણ મા હાલ ની તારીખે પણ મુસ્લિમ સમાજ નો મોહરમ તેવહાર હોવા છતાં હિન્દુ ધર્મ દવારા જુલ્ફિકાર બનવા મા આવે છે તે એક કોમી એકતા નું અનેરું ઉદાહરણ પૂરું પાડે છેત્યારે 09/9/ના રાત્રિ દરમિયાન વઢવાણ ના ઘાચી વાડ ખાતે કોમી એકતા ના રાહબર યુસુફ મિયા બાપુ દવારા મોહરમ ના વાયેઝ નું આયોજન કરવા મા આવિયું હતું અને મોટી સંખ્યા મા હિન્દુ મુસ્લિમ ભાઈ બેનો દવારા આ મોહરમ નું વાયેજ ખૂબ ધ્યાન ની સાભળવા મા આવ્યું હતું.
પોલીસે જિલ્લામાં મહોર્રમની શાંતિ પૂર્વક ઉજવણી બદલ સન્માન કર્યુ
સુરેન્દ્રનગર જિલ્લા માં અલગ અલગ શેરીઓ માંથી 25 થી વધુ તાજીયા મુસ્લિમ બિરાદરો દવારા કાઢવા માં આવીયા હતા.ત્યારે આ બાબતે જિલ્લા ની શેરી ગલીઓ માં પોલીસ દવારા ચુસ્ત બન્દોબ્સ ગોઠવી અનિચિત ઘટના ના બને તેવા પ્રયાસ અને કોમી એકતા જળવાય તેવા પ્રયાસ કરવા માં આવીયા હતા.
ત્યારે ગઈ કાલે રાત્રી દરમિયાન મોહરમ નું સુરેન્દ્રનગર જિલ્લા ટાવર ચોક માં સ્વાગત કરવા માં આવીયુ હતું.ત્યારે પીરે તરીકત યુસુફ મિયા બાપુ , હનીફ બાપુ , ફારૂક બાપુ અને રુસ્તમ ભાઈ અને પોલીસ ની હાજરી માં મુસ્લિમ મોહરમ કમિટી ના સભ્યો નું સાંતી જાળવવા સન્માન કરવા માં આવ્યુ હતુ...


Loading...
Advertisement