ધ્રોલના લૈયારા ગામે એસટી બસોનું ચક્કાજામ

11 September 2019 03:20 PM
Jamnagar
  • ધ્રોલના લૈયારા ગામે એસટી બસોનું ચક્કાજામ
  • ધ્રોલના લૈયારા ગામે એસટી બસોનું ચક્કાજામ

ઇન્ટરસીટીના નામે લોકલ બસો પણ ઉભી રહેતી નથી : ડેપો મેનેજરે ખાતરી આપતા આંદોલન પૂર્ણ

(સંજય ડાંગર) ધ્રોલ તા.11
ધ્રોલના લૈયારા ગામેથી દિવસ દરમ્યાન લોકલ અને જામનગર રાજકોટ ઇન્ટરસીટીની પણ ઘણી ટ્રીપો ચાલે છે. લોકલ બસો નાં લૈયારા ગામે સ્ટોપ હોવા છતાં. ઇન્ટરસીટીનાં નામે ચલાવી ઉભી રાખતા નથી.
લૈયારા સેન્ટર હોય લોકોની એસ.ટી. માં અવર જવર વધુ હોય છે. પરંતુ એસ. ટી. તંત્રની અણઘડ નીતીઓ નાં કારણે લોકોને પરેશાની વેઠવી પડે છે. આ પ્રશ્નનો નિકાલ ન આવતા રસ્તા રોકો અંદોલનથી હાઇવે પર એસ.ટી બસોનાં થપ્પા લાગી ગયા હતાં. તાત્કાલીક ઘ્રોલ પી.એસ.આઈ ગઠવી સહિત કાફલો લૈયાર પહેંચ્યા હતા. તેમજ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજાએ ગ્રામજનોને પ્રશ્નનો ઉકેલ લાવવા સમજાવવાનાં પ્રયાસો કર્યા હતાં. તાબડતોબ ધ્રોલ એસ.ટી ડેપો મેનેજર લૈયારા પહોંચી લોકલ બસોને ત્યાં સ્ટોપ હોય છતાં ઉભી ન રાખતા હોય તેને સુચનાઓ આપવા તેમજ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાત્રી આપતા આંદોલન પુર્ણ થયું હતું.
ડેપોમેન્જર
ઘ્રોલ ડેપો મેન્જર આર.એમ.શેખે જણાવ્યુ કે લોકલ બસો ત્યા ઉભી ન રહેતી તેથી તમામ બસ ના તાત્કાલીક ડ્રાઈવર ને સુચના આપી દવામાં આપી દીઘી છે.


Loading...
Advertisement