જામકંડોરણાના જામથોરાળાની વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

11 September 2019 03:19 PM
Rajkot
  • જામકંડોરણાના જામથોરાળાની વાડીમાંથી
વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રૂા.28,પ00નો મુદામાલ કબ્જે કરતી પોલીસ

ધોરાજી તા.11
જામકંડોરણાના જામથોરાળા ગામની વાડીમાં દરોડો પાડી રૂા.25800નો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એમ.ગૌસ્વામી (જેતપુર) તરફથી ડ્રાઇવ દરમ્યાન ચોક્કસ સફળ કેસો કરવા સૂચના હોય જામકંડોરણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. વી.બી.ચૌહાણ હે.કો.ડી.પી.કોટેચા તથા અશોકભાઇ ગોહેલ તથા પો.કો.કિશોરભાઇ લુણસીયા મયુરઘ્વજસિંહ રાણા તથા ઘનશ્યામસિંહ જાડેજા પ્રોહી જુગાર ડ્રાઇવ સબબ જામકંડોરણા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ખાનગી હક્કિત રાહે જામકંડોરણા તાલુકાના જામથોરાળા ગામો આરોપી મોહજીતસિંહ સંજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળી વાડીએ રેઇડ કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બ્લુ બલેઝર રીઝર્વ વ્હીસ્કી નંગ 86 25,800 સાથે મળી આવતા ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ તેને આ ઇંગ્લીશ દારૂ આપનાર રાજુ ઉર્ફે લાલુ બીજલભાઇ રબારી (રહે.ખીરાસર ગામની સીમ તા.ઉપલેટાવાળા)ને અટક કરવાની બાકી છે. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કામગીરીમાં પીએસઆઇ વી.બી.ચૌહાણ, હે.કો.ડી.પી.કટોચ, અશોકભાઇ ગોહેલ, પો.કો.કિશોરભાઇ લુણાસીયા, ઘનશ્યામસિંહ જાડેજા તથા મયુરઘ્વજસિંહ રાણાએ કરી હતી.


Loading...
Advertisement