સાવરકુંડલા સદભાવના ગ્રુપની ત્રીજી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

11 September 2019 03:18 PM
Amreli
  • સાવરકુંડલા સદભાવના ગ્રુપની ત્રીજી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

પાનસુરીયા પરિવારે ગ્રુપને એમ્બયુલન્સ આપતા જનતાની સુવિધામાં વધારો

(પ્રદીપભાઇ દોશી)
સાવરકુંડલા તા.11
સાવરકુંડલા સદ્દભાવના ગૃપ આયોજીત ગણેશ મહોત્સવ - 2019માં સાવરકુંડલા ના વતની અને વડોદરા સ્થિત એવા મોભી ઉદ્યોગપતિ પાનસૂરિયા પરિવાર દાતા શારદાબેન ભાદાભાઈ પાનસૂરિયા હ. સુરેશભાઈ, કિશોરભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ સમજુબા જેમ્સ- સાવરકુંડલા વાળા તરફથી નવી ત્રીજી એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી. જે એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્ર માં સૌથી સસ્તા દરે ચાલે છે . સદ્દભાવના ગૃપ પાસે 2 એમ્બ્યુલન્સ હતી અને ઉદ્યોગપતિ અને પાનસૂરિયા પરિવારે દર્દી નારાયણો નો અવાજ સાંભળી સદ્દભાવના ગૃપ ને આજે એક નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ માં સાધુ સંતો ની હાજરી માં પ.પૂ.ઉષામૈયા( શિવ દરબાર આશ્રમ - કનાતળાવ) , ભક્તિરામ બાપુ - માનવમંદિર , અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ,પૂર્વ કૃષિમંત્રી વી.વી.વાઘાસિયા,તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો , અને પ્રેસ રિપોર્ટર હાજર રહ્યા. જે સાવરકુંડલા ના નાનામાં નાના પરિવાર ને ઉપયોગી થઈ શકે એવા માત્ર રૂ.6.00/કી.મી. ના દરે ચાલુ કરવામાં આવી.
ત્યાર બાદ રાઘવ મ્યુઝીક પ્રસ્તુત હિતેશ્વ નાણાવટી અને તેમની ટિમ દ્વારા જલસો કાર્યક્રમ પણ રજૂ કારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં સાવરકુંડલા ની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.


Loading...
Advertisement