ઝાલાવાડમાં અવિરત મેઘમહેરને પગલે હવે ખેડૂતોને અતિવૃષ્ટિની દહેશત

11 September 2019 03:16 PM
Surendaranagar Saurashtra
  • ઝાલાવાડમાં અવિરત મેઘમહેરને પગલે હવે ખેડૂતોને અતિવૃષ્ટિની દહેશત
  • ઝાલાવાડમાં અવિરત મેઘમહેરને પગલે હવે ખેડૂતોને અતિવૃષ્ટિની દહેશત
  • ઝાલાવાડમાં અવિરત મેઘમહેરને પગલે હવે ખેડૂતોને અતિવૃષ્ટિની દહેશત
  • ઝાલાવાડમાં અવિરત મેઘમહેરને પગલે હવે ખેડૂતોને અતિવૃષ્ટિની દહેશત

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડેમો ઓવરફલો થતા નદીઓમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય પંથકમાં રસ્તા પર પાણી ફરી વળ્યા

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લા ના તમામ ગામડાઓ અને તાલુકાઓ માં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.જેના કારણે જિલ્લા માં અતિ નવા પાણી ની આવક થઈ છે.જિલ્લા માં આવેલ તમામ ડેમો ઓવરફ્લો થવા ના આરે છે.ત્યારે જિલ્લા માંથી પાસર થતી નદીઓ બે માથે વહી રહી છે. ત્યારે હજુ પણ ધીમી ધારે વરસાદ પડી રહો છે.જિલ્લામાં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લા ના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.ત્યારે જિલ્લા માં સતત વરસાદ એ જિલ્લા માં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદ ના પગલે જિલ્લા માં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લા ના મોટા ભાગ ના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ કરાબ અને વરસાદ ના પગલે ધોવાયા છે.
હજુ પણ જિલ્લા માં વરસાદ શરૂ છે.ત્યારે મુળી સાયલા અને ચોટીલા પંથક માં ભારે વરસાદ પડયો છે.. સુરેન્દ્રનગર ભોગવો માં 10 ગાયો તનાયિ : ગોવાળ ની નઝર સામે બે ગાયો ના મોત...સુરેન્દ્રનગર જિલ્લા માં સતત વરસાદ ના પગલે જિલ્લા નો નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો બનતા 5 દરવાજા બે ફૂટ સુધી ખોલી નાખવા માં આવતા આ પાણી વઢવાણ તરફ આવતા ભોગવો નદી માં આવે છે.અને જિલ્લા ના અનેક ગામડાઓ ના નાળાઓ અને રોડ ધોઈ નાખી અને જિલ્લા ના અનેક ગામડાઓ ને સંપર્ક વિહોણા બનાવે છે..
ત્યારે ગઈકાલે બપોર ના સમયે ભોગવો નદી માં પાણી છોડવા મ આવતા જિલ્લા પંચાયત પાસે ચરી રહેલી ગાયો પાણી માં તણાઈ હતી.ત્યારે સદ્ નસીબે 8 ગાયો પાણી ના પ્રવાહ સામે બાથ ભીડી નીકળી ગઈ હતી અને અન્ય બે ગાયો પાણી માં તણાઈ જતા મોટ નિપજ્યા હતા...ત્યારે ગોવાણ ની નઝર સામે બે ગાયો ના મોત નિપજતા ગોવાણ ની આંખ માં આંસુ આવી ભાગી પડ્યો હતો. ત્યારે આજુ બાજુ ના લોકો એ ગોવાળ ને સાંત્વના આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના ભાસ્કર પરા માં દીવાલ પડતા પાંચ વર્ષ ના બાળક નો જીવ હોમાયો.


Loading...
Advertisement