કાલાવડના મોટા વડાળામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

11 September 2019 03:12 PM
Jamnagar
  • કાલાવડના મોટા વડાળામાં જાહેરમાં
જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

12100ની રોકડ સ્થળ ઉપરથી કબ્જે

(રાજુ રામોલિયા દ્વારા) નિકાવા તા.11
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામથી જુગાર રમતા ચાર શખ્સોને કાલાવડ ગ્રામ્ય પેલીસે પકડી પાડયા હતા.
જામનગર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવા મે જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સીંઘની સુચના અને મદદનીશ પેલીસ અધિક્ષક સંદીપ ચૌદરીના માર્ગદર્શન તથા પો.સ.ઈ. રાદડીયાની સુચના મુજબ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મોટાવડાળા ગામે પહોંચતા સાથેના પો.કો. અલ્તાફ ટી. સમા તથા વિજયસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે મોટાવડાળા ગામની મેઈન બજાર તરફ જતી બજારમાં દકુભાઈ બાવાજીના ઘર પાસે અમુક શખ્સો જાહેરમાં તીનપતી રોન પોલીસ નામને જુગાર રમે છે. તેવી હકીકત મળતા દરોડો કરી સંજયભાઈ ધરમદાસભાઈ સરપદડીયા (જાતે બાવાજી) (રહે. મોટાવડાળા), હરેશભાઈ દ્વારકાદાસ દાણીધારીયા (જાતે બાવાજી) (રહે. ભવનાથ), ભીખાભાઈ લાખાભાઈ ડાંગરીયા (જાતે પટેલ) (રહે. મોટાવડાળા), દેવજીભાઈ કેશાભાઈ પરમાર (જાતે દલીત) (રહે. મોટાવડાળા) ગામ વાળાઓને રેઈડ દરમ્યાન રોકડા રૂા.12,100 તથા ગંજીપતાના પાના નંગ-52 સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી એએસઆઈ એસ.આર. ચાવડા તથા પો.કોન્સ. અલ્તાફભાઈ તારમામદભાઈ સમા તથા પો.કો. વીજયસિહ પ્રવીણસિંહ જાડેજા તથા મેરૂભાઈ વેલજીભાઈ ભુંડીયા દ્વારા કરવામાં આવેલ છે.


Loading...
Advertisement