આજના સ્ટ્રેસના સમયમાં આઘ્યાત્મિક ચેતના માટે ભાગવત કથા શ્રેષ્ઠ : મુખ્યમંત્રી

11 September 2019 03:08 PM
Gondal
  • આજના સ્ટ્રેસના સમયમાં આઘ્યાત્મિક ચેતના માટે ભાગવત કથા શ્રેષ્ઠ : મુખ્યમંત્રી

સંતો થકી ગુજરાત આઘ્યાત્મિક રાજય બન્યું છે : ગીતા-ભાગવત સહિતના ધાર્મિક ગ્રંથો પ્રેરણાસ્ત્રોત ": ગોંડલમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને યોજાયેલ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુું ભાવિકોને સંબોધન : શ્રીરામ હોસ્પિટલ માટે રૂા.એક-એક કરોડના ચેક હરિચરણદાસજી મહારાજને અર્પણ કરાયા

રાજકોટ તા.11
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલને 1પ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલના આધુનિકરણ માટે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વ્યાસાસને આ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાગવતથી અનેક પાપોનું ધોવાણ થઇ જાય છે. ભાઇ રમેશભાઇ ઓઝાની કથા થકી લોકો સત્યના માર્ગે વળશે. આઘ્યાત્મિક ચેતના માટે ગીતા ભાગવત કથા સહિતના ધાર્મિક ગ્રંથો આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. આજના સ્ટ્રેસના સમયમાં આપણને ચેતના ઉર્જા મળે છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રની ધરાના વિવિધ સંતોનો પરિચય આપતાં કહ્યું હતું કે પૂ.હરિચરણદાસજી મહારાજના જીવનનું એક જ સૂત્ર છે. માનવ સેવા જલારામ બાપા, નાથારામ બાપા, રણછોડદાસ બાપુ સહિતના સૌરાષ્ટ્રના સંતો-મહંતો કારણે આપણું ગુજરાત આઘ્યાત્મિક ગુજરાત બન્યું છે. સામાજીક ધાર્મિક ઉત્સવો થકી સમાજ સત્યના માર્ગે વળે છે. એવો આશાવાદ મુખ્યમંત્રીએ આ તકે વ્યકત કર્યો હતો.
હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખાતમુર્હુત થયેલ શ્રીરામ હોસ્પિટલનું લોકાર્પણ પોતાના હસ્તે થવાથી થયેલ ગૌરવની લાગણી વર્ણવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રી રામ હોસ્પિટલની દવાઓ સાથે દુવાઓ પણ ભળેલી છે. શ્રીરામ હોસ્પિટલ થકી થનારી માનવ સેવા માટે જૈન દાતાઓએ લક્ષ્મીનો સદઉપયોગ કર્યો છે તેમ પણ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજય સરકારે ઉદાર બનાવેલી મેડીકલ પોલીસીની વિગતો આપતા કહ્યું હતું કે પ00 બેડની હોસ્પિટલ બને તો સરકારની નીતિ મુજબ મેડીકલ કોલેજ પણ આ હોસ્પિટલને મળી શકશે. રાજયભરમાં અગાઉ 900 મેડીકલ સીટ હતી. જેની સામે સતત વધતી જતી વસ્તુને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પુરી પાડવાના આશયથી રાજય સરકારે પપ00 સીટ ઉભી કરી છે. એવી માહિતી પણ મુખ્યમંત્રીએ આ તકે રજૂ કરી હતી.
ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જવું પડે તે માટે ગુજરાતમાં મેડીકલ કોલેજનો વ્યાપ વધારી છેવાડાના માનવી સુધી સઘન આરોગ્ય સેવાઓ વધારવા માટે સરકાર જરૂર મુજબની ગ્રાન્ટ આપશે તેમા પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
કથાના મુખ્ય યજમાન ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારા તથા તેમના પરિવારે પૂજન કર્યુ હતું. સ્વાગત પ્રવચન સદગુરૂ ચેરી. ટ્રસ્ટના સેક્રેટરી નિતિનભાઇ રાયચુરાએ કર્યુ હતું. 50 હજાર સ્કવેર ફીટમાંથી એક લાખ સ્કવેરફીટમાંથી એક લાખ સ્કવેરફીટમાં બનવા જઇ રહેલી શ્રીરામ સાર્વજનીક હોસ્પિટલ માટે અજયભાઇ શેઠે અને ચેતનભાઇએ રૂા.એક-એક કરોડના ચેક હરિચરણદાસજી મહારાજને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, રાધવાચાર્ય મહારાજ, કલેકટર રૈમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, પ્રાંત અધિકારી રાયજાદા, ભૂવનેશ્ર્વરી પીઠનાશ્રી ઘનશ્યામ મહારાજ, યુવરાજ હિમાંશુસિંહ તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
Advertisement