ભાવનગરના દિહોર એસબીઆઇના કર્મી વિરુદ્ધ બેંકમાં રહેલા પુરાવા એકઠા કરવામાં આવશે

11 September 2019 03:07 PM
Bhavnagar Crime
  • ભાવનગરના દિહોર એસબીઆઇના કર્મી વિરુદ્ધ બેંકમાં રહેલા પુરાવા એકઠા કરવામાં આવશે

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11
ભાવનગર જિલ્લાનાતળાજા ના દિહોર ગામે આવેલ એસ.બી.આઈ બેંક ના કેશિયર એ ઓગણીસ લાખથી વધુની ઉચાપત ની મેનેજર ની ફરિયાદ બાદ તળાજા પોલીસ આરોપી વિરુદ્ધ સીસીટીવી કેમેરા ફૂટેજ અને બેંકમાં રહેલ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરશે.
તળાજા ઈન્ચાર્જ પો.ઇ. ગઢવી દ્વારા દિહોર બેંક ના મેનેજર ની કેશિયર જતીન ચૌહાણ વિરુદ્ધ 19.79લાખ ની રકમ ની ઉચાપત ની ફરિયાદ નોંધ્યા બાદ હવે તપાસ નો ધમધમાટ શરૂ થશે. જેમાં જતીન એ પોતાની તબિયત લથડતા હોવાના કરેલા નાટક અને ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બેંક ના અન્ય કર્મચારી ને કેશિયર નું કામ સોંપવામાં આવતા સાંજે જતીન ચૌહાણ ની કરતૂત સામે આવી હતી.
જેને લઈ બેંક દ્વારા તળાજા પોલિસને ફરિયાદ આપવાસમયે દસ્તાવેજી પુરાવા આપ્યા હતા. જેમાં આવનાર દિવસો માં હજુ સીસીટીવી કેમેરા,હાજરી પત્રક સહિત ની વસ્તુઓ સાયોગિક પુરાવા માટે કબ્જે લેવામાં આવશે.
એ ઉપરાંત જતીન માથે દેવું થઈ જવાની વાત છે ત્યારે તળાજા પોલીસ જે લોકોને રૂપિયા ઉચાપત કરેલ નાણાંમાંથી ચૂકવ્યા હશે તે લોકોની પણ પૂછ પરછ કરવામાં આવશે અને તેને સાહેદ .તરીકે જોડવામાં આવશે. પોલીસે જણાવ્યું હતુંકે બેંક કર્મચારી દ્વારા આ પ્રકારની ઉચાપત કરવી લોકોના રૂપિયા ની તેના માટે આઈ પી સી કલમ 409 મુજબ ગુન્હો બને છે તેમાં જામીન મળવા મુશ્કેલ અને મોટી સજાની જોગવાઈ છે. એટલુંજ નહિ આ પ્રકાર ના કેસમાં બેંક દ્વારાજ ઉચાપત ના દસ્તાવેજી પૂરતા પુરાવા આપવામાં આવે છે.


Loading...
Advertisement