પુનવર્સનક્ષેત્ર વરસતા દરીયાઇ જીવ સૃષ્ટિમાં થશે વધારો

11 September 2019 03:06 PM
Bhavnagar
  • પુનવર્સનક્ષેત્ર વરસતા દરીયાઇ જીવ સૃષ્ટિમાં થશે વધારો

ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો માટે સારો સંકેત : જોકે ધરતીપુત્રો માટે માઠા દિવસો ઉપર અનુમાન : બાજરો, તલ, કપાસ, મગફળીના પાકને થઇ શકે નુકશાન

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11
ગોહિલવાડ ના દરિયે હજુ બળ દેખાય છે. વાદળો દરિયામાંથી તળપદી ભાષામાં કહીએ તો ખડા થઈ રહ્યાછ. જે હજુ બે ત્રણ દિવસ સારા વરસાદ ની એંધાણી આપેછે. પુર્નરવસુ નક્ષત્ર સતત વરસતા તળાજા સહિત ભાવનગર અને સમગ્ર સૌરાષ્ટ્ર ના ધરતીપુત્ર માટે ધન્યપાક ને નુકશાન થઈ રહ્યો છે.તો બીજી તરફઆ નક્ષત્ર વરસતા દરિયાઈ જીવ શ્રુષ્ટિ માં મોટો વધારો થાય છે.
ભાવનગર જિલ્લાના સૌથી છેવાડાના અરબી સમુદ્ર કિનારે આવેલ સરતાનપર(બંદર) ના ચુડાસમા વિક્રમભાઈ કે જેઓએ વર્ષો સુદી જલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના માછીમારોને માટે આ વર્ષ તેજી વાળું રહશે.
બીજી તરફ ધરતી પુત્ર સતત વરસાદ ના કારણે ચોમાસુ વાવેતર કરેલ હોય તેને લઈને ચિંતિત છે.લીલા દુષ્કાળ ની ભીતિ સેવાઇ રહીછે. બાજરો અનેક ખેતરમાંથી લણાઇ ગયો છે.ધારડી ગામના ખેડૂત ખરક કિરણ કુચા કહે છેકે બાજરો કાળો પડવા લાગ્યો છે.જેના કારણે બાજરો મીઠાશ મૂકીને કડવો થવા લાગે છે. બાજરા ને ભેજ લાગવાથી અત્યારે ખેડૂતો ડુંડા ને છુટા પડી ને સતત પંખો માથે ચાલુ કરી સુકવી રહ્યા છે.તેમ છતાંય પચાસ ટકાથી વધુ નુકશાની માં છેજ.તલ ને ખાસુ નુકશાન છે.
કપાસ અને મગફળી ને પણ નુકશાન ની ભીતિ સેવાઇ રહી છે.કપાસના ઝાડ નો વિકાસ જોવા મળેછે. પણ સતત વરસાદ ના કારણે ફૂલ ખરી જાયછે. ત્રણેક દિવસ માં સૂર્યનો પ્રકાશ ફેલાય તો વાંધો નહિ આવે. એ ઉપરાંત મગફળી જમીનમાંજ ઉગવાલાગે તેવી ભીતિ સેવાઇ રહી છે.કપાસ અને મગફળી ને નુકશાન જશે તો ચોમાસુ સિઝન આઠ આની કહેવાશે.
કપાસ ની સિઝન નવરાત્રી ના બદલે દિવાળી સમયે શરૂ થશે
યાર્ડ ના કર્મચારી દક્ષેશભાઈ પંડ્યા ના જણાવ્યા પ્રમાણે સતત વરસી રહેલા વરસાદ ના કારણે કપાસ માં ઝીડવા બેસે પણ ખરી જાય છે.આથી નવરાત્રિ સમયે કપાસ ની આવક શરૂ થતી તેના બદલે દિવાળી સમયે કપાસ ની આવક શરૂ થશે.જે વીસેક દિવસ મોડી પડશે. કપાસ નો રૂપીયો દિવાળી બાદ બજારમાં તેજીની રોનક લાવશે.


Loading...
Advertisement