ભાવનગર જિલ્લાના જાલીનોટ પ્રકરણમાં વધુ 3 શખ્સો ઝડપાયા

11 September 2019 02:52 PM
Bhavnagar Crime
  • ભાવનગર જિલ્લાના જાલીનોટ પ્રકરણમાં વધુ 3 શખ્સો ઝડપાયા

પ.62 લાખની જાલીનોટ જપ્ત : લાઠી-બગસરા, ચોટીલા પંથકના શખ્સોના નામ ખુલતા ઝડપી લેવાયા : આરોપીની રીમાન્ડ મંજૂર

અમરેલી તા.11
ભાવનગર એસઓજી પોલીસે ખૂંટવડા ખાતેથી એક ડોકટર રાશેકભાઈ બાધાભાઈ નાગોથા તથા ભગુભાઈ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ર000નાંદરની ર6 હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસઓજીનાં પોલીસ ઈન્સ્પેકટર એસ.એન. બારોટે વધુ તપાસ હાથ ધરેલ અને ત્યારબાદ આ ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપી ચિરાગ ઉર્ફે મુન્નાના ઘરેથી રૂપિયા પ4 હજારની જાલી નોટ ઝડપી પાડેલ હતી અને વધુ ત્રણ આરોપીઓ ચોટીલા તાલુકા ઢોકળવા ગામેથી જેસાભાઈ મનજીભાઈ રહેવાસી ઢોકળવા, પરેશભાઈ જગદીશભાઈ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઈ નકુમ રહેવાસી બગસરાવાળાઓને રૂપિયા 61ર00ની જાલીનોટો તથા કાગળ પણ નોટો છાપેલ કાગળો તથા નોટો છાપવા ઉપયોગમાં લીધેલ પ્રિન્ટર મશીન-ર તથા નોટો છાપવા ઉપયોગમાં લીધેલ સાહિત્ય કબ્જે લઈ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ હતી. અને પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરી દિન-4નાં રિમાન્ડ મેળવેલ.
આરોપીઓની કબૂલાત આધારે આજરોજ એસઓજી પોલીસ અમદાવાદ તપાસમાં ગયેલ અને અમદાવાદ ઘાટલોડીયા એ-ર આનંદબાગ ટેનામેન્ટમાં રહેતા યશકુમાર અલ્પેશભાઈ ઠાકરના ઘરે છાપો મારી રૂપિયા 4,ર1,પ00 ની બનાવટી ભારતીય ચલણી નોટો (રૂપિયા ર000સ196, ર00સ14પ, 100સપ) ઝડપી પાડેલા હતા અને આરોપીની અટકાયત કરેલ હતી.તેમજ આ કામ મહુવાથી આ કાંડમાં સંડોવાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગોનારણભાઈ પરમાર (ઉ.વ. ર3) રહે. અતરીયા, તા. મહુવા, બિપીન જેન્તીભાઈ ચૌહાણ (ઉ.વ. 30) રહે. નેસવડ, તા. મહુવાવાળાની અટકાયત કરેલ હતી.
એસઓજી પોલીસને ખૂંટવડાથી ઝડપાયેલ જાલીનોટ પ્રકરણમાં વધુ 4ર1પ00ની જાલી નોટ કબ્જે લઈ ત્રણ વધુ આરોપીઓને દબોચી લીધા હતા. આ કેસમાં હાલ સુધી 9 આરોપીઓ ઝડપી પ.6ર લાખની જાલી નોટો કબ્જે કરેલ છે.


Loading...
Advertisement