ગોંડલમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા સરસ્વતી સત્કાર સમારોહ યોજાયો

11 September 2019 02:52 PM
Gondal
  • ગોંડલમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા  સરસ્વતી સત્કાર સમારોહ યોજાયો

ધો.પ થી કોલેજ કક્ષા સુધીના છાત્રોનું સન્માન

ગોંડલ, તા. 11
શ્રીમાળી સોની સમાજ અને વલ્લભ યુવક મંડળ ગોંડલ દ્વારા બાળકોને તેમની વર્ષ દરમ્યાન અભ્યાસમાં કરેલી મહેનચતને બિરદાવવા માટે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે શ્રેષ્ઠતા મેળવનાર ધો. પ થી કોલેજ કક્ષા સુધીના તમામ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે બાળકો માટે ડાન્સ અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું પણ આયોજન થયેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. ચિરાગ સાતા, મોટીવેશનલ
સ્પીકર તરીકે રજનીશભાઇ રાજપરા અને ડો. દિપક લંગાલીયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને લગતી વાતો ડો. લંગાલીયા અને ડો.સાતા દ્વારા કવરામાં આવી હતી. ડો. લંગાલીયા તો પોતે જ કવિ હૃદયી વ્યકિતત્વ ધરાવે છે તેમણે પોતાની બનાવેલી કવિતા દ્વારા માતા પિતા જોડે સંવાદ કર્યો હતો.
સમાજ માટે સૌ પ્રથમ વખત એક અલગ જ સેમિનાર ‘બેટર ધેન બીફોર’ એવા નવા વિષય સાથે આ કાર્યક્રમ આયોજન થયું હતું. જેમાં વકતા તરીકે શિક્ષણ ક્ષેત્રે રર વર્ષથી બાળકો સાથે સંકળાયેલા રજનીશ રાજપરા એ પોતાના વિચારો વર્ણવ્યા હતા.


Loading...
Advertisement