ગોંડલનું વોરા કોટડા ગામ 1પ દિ’થી સંપર્ક વિહોણુ

11 September 2019 02:47 PM
Gondal
  • ગોંડલનું વોરા કોટડા ગામ 1પ દિ’થી સંપર્ક વિહોણુ

બેઠી ધાબી ઉંચી લેવાનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા

ગોંડલ, તા. 11
ગોડલ તાલુકાનુ વોરા કોટડા ગામ દર ચોમાસા દરમિયાન શહેરથી વિખુટૂ પડી જતુ હોવા છતાં વષો જૂનો બેઠી ધાબી નો પ્રશ્ર્ન હલ થતો ન હોવાથી ગામ સંપર્ક વિહોણુ બની જતું હોય છે ત્યારે ગ્રામજનો માટે આ એકમાત્ર રસ્તો હોય ઈમરજન્સી સારવાર મેળવી પણ મુશીબત બની જતી હોયછે.
સામાછેડે થી શહેરમાં પ્રવેશવા માટે જીવ ના જોખમે ધાબી પસાર કરતાં હોય છે એકબાજુ પાણી નુ વેણ સતત. ચાલુ હોય જેમને લઈને સેવાળ થતો હોય ત્યારે પગ પણ લપસી જવાના બનાવો બનતા હોય છે જેને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડ ટીમ તહેનાત ઉભી હોય છે દરવષે આજ પરિસ્થિતિ ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
સરકાર દ્વારા એકબાજુ ગતિશીલ ગુજરાતની અને વિકાસની વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ રાજાશાહી યુગ થી લઈને આજ દિવસ સુધી વોરા કોટડા ગામ ની ધાબી ઉચી લેવામાં નિષ્ફળ ગયા છે જયારે આ ગામની ઉપર સૌરાષ્ટ્ર નો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર ડેમ આવેલ હોય ત્યારે વોરા કોટડા ગામ જવા માટે એકમાત્ર રસ્તો હોય ચોમાસામાં પાણીના પ્રવાહ ને લઈને વાહન વ્યવહાર વારંવાર ખોરવાઈ જતો હોય છે તંત્ર દ્વારા માત્ર એકજ ગામ ને ધ્યાનમાં રાખીને. બેઠી ધાબી ને પાંચ ફૂટ અધ્ધર કરવામાં કમર કસતી ન હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે એકગામ ને જોઈને નહી પરંતુ ગામમાં વસતા પંદર સો થી પણ વધુ ગામની સંખ્યા.જોઈને ધાબી અધ્ધર કરવી જરૂરી બની છે જયારે ચોમાસા દરમિયાન દરવષે ગામ સંપર્ક વિહોણુ બની જાય છે ત્યારે ગ્રામજનો માટે ઈમરજન્સી સારવાર મેળવવી પણ મુશ્કેલ બની જતી હોય છે. આ પ્રશ્ર્ને તંત્રવાહકોએ પગલા લેવા જરૂરી છે.


Loading...
Advertisement